Wednesday, December 25, 2024
HomeGujaratપ્રધાનમંત્રી મોદી આવતીકાલે રાજકોટની મુલાકાતે : મોરબી, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓના ૭૦૦૦...

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે રાજકોટની મુલાકાતે : મોરબી, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓના ૭૦૦૦ કરોડના કામોનું ખાતમુર્હુત કરશે

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે . એરપોર્ટ થી રેસકોર્સ સુધી ભવ્ય રોડ શો યોજાશે. અંદાજીત પાંચ હજાર કરોડના કામોના લોકાર્પણ કરશે. સૌરાષ્ટ્રભરમાંથી અંદાજીત દોઢ લાખ લોકો હાજર રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં 2738 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. જેમાં મોરબીમાં મેડીકલ કોલેજ, મોરબી-હળવદ રોડ તથા મોરબી-જેતપર રોડને ચાર લેન કરવાની કામગીરી, નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ, સરકારી ક્વાર્ટર અને ઓફિસર્સ રહેણાકો તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર રેલવે ઓવરબ્રિજ નિર્માણની જાહેરાત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે આવી રાજકોટ, મોરબી સહિત અન્ય જિલ્લાનાં ૭ હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુર્હત કરશે. જેમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર અર્બન હાઉસિંગ કોન્કલેવનું ઉદ્દધાટન કરશે. તેમજ રાજકોટમાં સિવીલ હોસ્પિટલ, નાનામૌવા સર્કલ અને રામાપીર ચોક ઓવરબ્રિજને ખુલ્લો મૂકશે. ઇશ્વરિયા ખાતે નિર્માણ પામેલા સાયન્સ મ્યુઝિયમને ખુલ્લુ મૂકશે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આવાસ સોંપશે. અને જામનગર રોડ થી એઇમ્સ સુધીના રસ્તાનું લોકાર્પણ કરશે. તેમજ ગઢકા ખાતે તૈયાર થનાર અમૂલ પ્લાન્ટનું ખાતમુર્હત કરશે. રાજકોટનાં નિર્મલા રોડ પર ફાયરબ્રિગેડનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા,ચેકડેમના વિકાસકામો મળીને કુલ ૫ હજાર કરોડના વિકાસકામોને લીલીઝંડી આપશે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં કુલ ૩ હજારથી વધારે પોલીસ કર્મીઓ બંદોબસ્તમા જોડાશે. તેમજ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં8 DCP, 16 DYSP, 51 PI, 156 PSI, 1320 પોલીસ જવાન,177 મહિલા પોલીસ, 284 SRP જવાન, 505 હોમગાર્ડ અને 658 ટ્રાફિક વોર્ડન તૈનાત રહેશે. તેમજ સભા સ્થળની આસપાસ ૧૧ જેટલા સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!