ટંકારા ગામમાં તા. ૭/૧૦/૧૪ ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાતીય ગુન્હામાં બાળકોના રક્ષણ બાબતે તેમજ એટ્રોસિટી સહિતના ગુન્હામાં આરોપી હરપાલસિંહ ઉર્ફે ભુટો વનરાજસિંહ ઉર્ફે વિનુભા ઝાલા તથા રામરાજસિંહ ઉર્ફે રમેશભાઈ વિક્રમસિંહ ઉર્ફે ઘોથુભા ઝાલા બંન્ને રહે. લજાઈ ટંકારા તાલુકા વાળાએ ફરિયાદીની દીકરીને જાતિ પ્રત્યે અપમાનિત કરી પાછળ જઈ ખરાબ બોલી આંખોથી ઈસારા કરી ચેષ્ટા કરી છેડતી કરતા ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં શંકાના લાભના આધારે છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો…
મળતી માહિતી અનુસાર, ટંકારા ગામમાં તા. ૭/૧૦/૧૪ ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાતીય ગુન્હામાં બાળકોના રક્ષણ બાબતે તેમજ એટ્રોસિટી સહિતના ગુન્હામાં આરોપી હરપાલસિંહ ઉર્ફે ભુટો વનરાજસિંહ ઉર્ફે વિનુભા ઝાલા તથા રામરાજસિંહ ઉર્ફે રમેશભાઈ વિક્રમસિંહ ઉર્ફે ઘોથુભા ઝાલા બંન્ને રહે. લજાઈ ટંકારા તાલુકા વાળાએ એક સંપ કરી ફરિયાદીની દીકરીને જાતિ પ્રત્યે અપમાનિત કરી, ભોગ બનનાર અનુસુચીત જાતના હોવાનું જાણતા હોવા છતાં ભોગ બનનારને ફોન પર ખરાબ મેસેજ મોકલી લોખંડનો પાઈપ લઈ જાનથી મારી નાખવાની ઘમકી આપી તેમજ આરોપી હરપાલસિંહ ઉર્ફે ભુટો વનરાજસિંહ ઉર્ફે વિનુભા ઝાલા અવાર નવાર ફરીયાદીની પુત્રીની પાછળ જઈ ખરાબ બોલી આંખોથી ઈસારા કરી ચેષ્ટા કરી છેડતી કરતા ભોગ બનનારની માતાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં તા. ૮/૧૦/૧૪ ના રોજ આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરી હતી જે બાદ સ્પે. પાકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા આરોપીઓ સામેનો કેશ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે વકીલ મનીષ પી. ઓઝા તથા કુ. મેનાઝ એ. પરમારે આરોપી તરફે ધારદાર દલીલો કરતા તેમજ નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજુ કરતા સ્પે. પોકસો કોર્ટના જજ મહીડા દલીપ પી. આરોપીઓના વકીલ મનીષ પી. ઓઝાની દલીલો ધ્યાને લઈ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરાયો છે…