મોરબી તાલુકાનાં સાદુળકા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતી પરણિત મહિલાએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં સાદુળકા ગામની સીમમાં વિરજીભાઇ પટેલની વાળીએ રહી ખેત મજૂરી કરતા કીરમાબેન દીનેશભાઇ ધાનક નામની ૨૨ વર્ષીય પરણિતાએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે પરિણીતાને મૃત જાહેર કરી હતી. તેમજ મોરબી તાલુકામાં સમગ્ર મામલે અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી જે પોલીસ તપાસમાં યુવતીનાં લગ્નને માત્ર સાત માસ જ થયા હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની વધુ તપાસ અર્થે કાગળો એએસપી અતુલ બંસલને મોકલવામાં આવ્યા છે.