Wednesday, January 22, 2025
HomeGujaratમાળીયા (મી)ના સોખડા ગામના યુવાને વાધરવા ખાતે ઝેરી દવા પી જીવતરનો અંત...

માળીયા (મી)ના સોખડા ગામના યુવાને વાધરવા ખાતે ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો

મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યા છે જેંમાં માળીયા મિયાણા તાલુકાના સોખડા ગામે રહેતા 28 વર્ષીય યુવાને વાધરવા ગામની સીમમાં ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર માળીયા મિયાણા તાલુકાના સોખડા ગામે રહેતા શૈલેશભાઇ ગોરધનભાઇ થરેશા નામના 28 વર્ષીય કોળી યુવાને વાધરવા ગામની સીમની વાડીમા કોઈ અકળ કારણોસર પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો આ અંગે જાણ થતા મોરબી હોસ્પિટલ ખાતે ખાસેડાયો હતો જ્યાં તેનું મોત થયું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી અંતિમ પગલું ભરી લીધા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

  • વાંકાનેર નજીક કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર આવેલ ક્રેમરીન પેપરમીલની ઓરડીમાં રહેતા જયશ્રીબેન મલેસિંગ બબેરીયા નામના ૨૨ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમા પરિણીતાના પતિ સાથે છોકરા કચરો કરતા હોય જેથી તેને મારતા અને દિકરાને નહિ મારવા બાબતે પતિએ ઠપકો આપ્યો હતો આ બાબતે તેણીને માનમા લાગી આવતા ગળો ફાસો ખાવાની કોશીસ કરી હતી જને પગલે તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાહેર થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!