મોરબી સિટી પોલીસ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગાર્ડનની સેવાકીય પ્રવૃતિ કરનાર તેમજ મોરબી પોલીસ લાઇનની ગરબીનું ૧૫ વર્ષ સુધી સંચાલન સાંભળી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરનાર પોલાભાઈ સુખાભાઈ ખાંભરા સેવા નિવૃત્ત થતાં તેમને એસપી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.
મૂળ મોરબી જિલ્લાના નાગળાવાસના પોલાભાઈ સુખાભાઈ ખાંભરા ૫૮ વર્ષની ઉંમરે ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાંથી સેવા નિવૃત્ત થયા છે. જેમણે મોરબી LCB માં ૨૦૧૪ થી ફરજ બજવતા હતા. ૬ વર્ષ રાજકોટ રૂરલ એલસીબી, મોરબી સિટી ડી સ્ટાફમાં, વાંકાનેર સિટી ડી સ્ટાફમાં અને ડીવાયએસપી ઓફિસ ખાતે પણ ફરજ બજાવી છે. તે ઉપરાંત સિટી પોલીસ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગાર્ડનની કામગીરી કરી હતી તેમજ મોરબી સિટી પોલીસ લાઇનની ગરબી પણ ૧૫ વર્ષ સુધી સંભાળી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. તેઓ આજરોજ ફરજ નિવૃત્ત થતા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી.