Tuesday, March 25, 2025
HomeGujaratમોરબીમાં યુવતીનો પીછો,છેડતી કરી માનસિક ત્રાસ આપતા યુવક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી.

મોરબીમાં યુવતીનો પીછો,છેડતી કરી માનસિક ત્રાસ આપતા યુવક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી.

આરોપીની નશો કરેલી હાલતમાં સીટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં એક યુવતીનો પીછો કરીને તેની છેડતી કરનાર મેહુલ જીલરીયા નામના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીનો છેલ્લા એક વર્ષથી અલગ અલગ સ્થળોએ પીછો કરતો, મોબાઈલ નંબર માંગતો અને ઇન્સ્ટાગ્રામ પર વારંવાર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો. પીડિતા યુવતી દ્વારા ફરીયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીને નશાની હાલતમાં ઝડપીને તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી શહેરમાં રહેતી એક યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે મેહુલ હરસુરભાઈ જીલરીયા નામનો યુવક છેલ્લા એક વર્ષથી તેનો પીછો કરી રહ્યો છે, જેમાં યુવતી અભ્યાસ સાથે નોકરી પણ કરતી હોય, જયારે જયારે તે નોકરીએ જવા જતી હોય ત્યારે મેહુલ જીલરીયા તેનો પીછો કરતો અને મોબાઈલ નંબર માંગતો તેમજ યુવતીની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.માં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી માનસિક ત્રાસ આપતો હોય, આ દરમિયાન એકવાર યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી કરવામાં આવી હતી, જેનાથી યુવતી ગભરાઈ ગઈ અને બહાર જવા માટે પણ ડર અનુભવતી હતી.

ત્યારે ગઈ તા.૨૧/૦૩ના રોજ રાત્રે જ્યારે યુવતી તેના માસીને ઘરે ગયી ત્યારે આ યુવક પીછો કરતો ત્યાં પણ પહોંચી ગયો હતો. આ બાબતે યુવતીના માસીને જાણ કરતા તેને પીછો કરતા યુવકને રોકી પૂછતાછ કરતા ત્યાં આજુબાજુ લોકો ભેગા થઈ જતા મેહુલ ત્યાંથી પોતાનું મોપેડ લઈને ભાગી ગયો હતો. જે બાદ રાત્રીના જ યુવતી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મેહુલ જીલરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી મેહુલ હરસુરભાઈ જીલરીયા ઉવ.૨૫ રહે.યદુનંદન-૧ કેનાલ રોડ મોરબી મૂળરહે. અમરાપર તા.મોરબી વાળાની અટક કરવામાં આવી હતી. પોલીસ મથકે આરોપી મેહુલની પૂછતાછ કરતા તે નશાની હાલતમાં હોવાનો ખુલાસો થયો હતો, જેથી આરોપી મેહુલ જીલરીયા વિરુદ્ધ અલગ અલગ બે ગુના નોંધી આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!