મોરબી જિલ્લા પોલીસે ટ્રાફિકની થતી સમસ્યાઓને હાલ કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા રોડ પર ખુરશી-ટેબલનો ખડકલો કરનારલારી ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ખાણીપીણીની બજારમાં ધંધાર્થીઓ ટેબલ – ખુરશીઓનો જમેલો કરી ટ્રાફિકને અવરોધ રૂપ બનતા હોય જેથી સીટી એ ડિવિઝન પોલીસે સપાટો બોલાવી નાસ્તાના આઠ દુકાન ધારકોને કાયદાનું ભાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મોરબી શનાળા રોડ ભકિત નગર સર્કલ પાસે ખુરશી-ટેબલ રોડ ઉ૫૨ ટ્રાફિકને અડચણરૂપ થાય તેમજ અકસ્માત બનાવ બને તે રીતે ભયજનક રીતે જાહેર રોડ પર વચ્ચોવચ ખુરશી-ટેબલનો ખડકલો કરતા પાઉભાજીનો વેપાર કરતા ઘનશ્યામભાઇ કરશનભાઇ બાવરવા, ભેળનો વેપાર કરતા જયેશભાઇ લાલજીભાઇ ચંદારાણા, પાઉભાજીનો વેપાર કરતા ધીરજલાલ અમરશીભાઇ ભોરણીયા, પાઉભાજીનો વેપાર કરતા દિપકભાઇ જીવરાજભાઇ દલસાણીયા, રામજીભાઇ અમરશીભાઇ ડાભી, ચાઇનીઝનો વેપાર કરતા નિલેશભાઇ કેશવજીભાઇ ઘોડાસરા, નાસ્તાનો વેપાર કરતા હિરેનભાઇ પરષોતમભાઇ દોશી, ચાઈનીઝનો વેપાર કરતા શેસબહાદુર જંગબહાદુર સુનાર વિરુદ્ધ ટ્રાફિક નિયમભંગ બદલ કાર્યવાહી કરી હતી.