Thursday, January 9, 2025
HomeGujaratમોરબીમાં સ્પા સંચાલકો વિરુધ્ધ પોલીસની કાર્યવાહી:ત્રણ સ્પામાંથી કુટણખાનું ઝડપાયું

મોરબીમાં સ્પા સંચાલકો વિરુધ્ધ પોલીસની કાર્યવાહી:ત્રણ સ્પામાંથી કુટણખાનું ઝડપાયું

મોરબી સીટી પોલીસ દ્વારા મોરબી સીટીમાં ચાલતા સ્પામાં કામ કરતા કર્મચારીઓની નોંધણી ન કરાવનાર સંચાલકો તથા સ્પાનાં નામે કુટણખાનું ચલાવતા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી આદરી છે. જે અંતર્ગત ગઈકાલે મોરબી સીટી પોલીસ દ્વારા કુલ પાંચ સ્પાનાં સંચાલકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહીતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મોરબીનાં શનાળારોડ ધર્મેન્દ્ર પ્લાજા બીજા માળે આવેલ સનરાઇજ સ્પા તથા કંડલાબાયપાસ કામધેનુ પાર્ટીપ્લોટની સામે આવેલ હની થાઇ સ્પામાં રેઈડ કરી સનરાઇજ સ્પાનાં દીપેન્દ્રભાઇ બ્રીજમોહન કુમાર તથા હની થાઇ સ્પાનાં સંચાલય કીરીટસિંહ રમેશસિંહ સીસોદીયા વિરુધ્ધ તેમના સ્પામા કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહીત ફોટો ગ્રાફસની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમા કરેલ ન હોય જેથી બંને વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૧૮૮ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા સંચાલકો પર પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં પ્રથમ દરોડામાં, મોરબી એસઓજીની ટીમે ભક્તીનગર સર્કલ ઓવર બ્રીજ પાસે આવેલ સર્વીસ રોડ ઉપર અફીમ સ્પામાં દરોડો પાડી અફીમ સ્પામાં અલગ અલગ રાજ્ય માંથી સ્પા કરાવવા માટે મહિલાઓને બોલાવી બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબ નામના શખ્સે અફીમ સ્પાનુ સંચાલન કરી સ્પામાં આવતા ગ્રાહકોને સ્પાની આડમાં અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવી રોકડ રૂ.૧૨,૫૦૦/- તથા બે મોબાઇલ તથા આપત્તિજનક સામગ્રી મળી કુલ રૂ.૨૭,૫૦૦/- સાથે બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબ નામની મહિલા ને પકડી પાડી છે. જયારે બીજો આરોપી મહેશભાઇ ગોકળભાઇ મેવા સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.

બીજા દરોડામાં, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ની ટીમે શનાળારોડ, શ્રી દરીયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષ ત્રીજા માળે આવેલ શોપ નંબર૧૬,૧૭,૧૮ ઓ થ્રી સ્પા એન્ડ સલૂન પ્રા.લી.માં રેઇડ કરી દિપક રમેશચંદ ચૌહાણએ પોતાના થ્રીસ્પા એન્ડ સલૂન પ્રા.લી.માં કર્ણબહાદુર નૌલે લોહાર ઉર્ફે નવલ લોહારને મદદ માટે રાખી ગર કાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવતા રોકડ રૂ.૪૫૦૦/- તથા મોબાઇલ તથા આપત્તિજનક સામગ્રી મળી કુલ રૂ.૯,૫૦૦/- સાથે રેઇડ દરમ્યાન દિપક રમેશચંદ ચૌહાણ (રહે. મુળ ટી-૨૯,એફ,રોડ નં.-૨૦, બલજીતનગર, પટેલનગર, સેન્ટ્રલ દિલ્હી હાલ રહે. શનાળારોડ, શ્રી દરીયાલાલ સ્કવેર, ઓથ્રી સ્પાની ઓફીસમાં, મોરબી) તથા કર્ણબહાદુર નૌલે લોહાર ઉર્ફે નવલ લોહાર (રહે. મુળ જાનકી ગ્રામ પંચાયત, વોર્ડ નં.-૦૮,જી. કૈલાલી (નેપાળ) હાલ રહે. શનાળારોડ, શ્રી દરીયાલાલ સ્કવેર, ઓથ્રી સ્પાની ઓફીસમાં મોરબી) હાજર મળી આવતા તેમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે ત્રીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિજન પોલીસની ટીમે મહેન્દ્રનગર ચોકડી પાસે શીવ કોમ્પલેક્ષમા આવેલ હરીઓમ નાસ્તા ઉપર પહેલા માળે વેલકમ સ્પામાં રેઇડ કરી જયેશભાઇ મોહનભાઇ પરડવા (રહે.મોરબી- મહેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ સહજાનંદ એપાર્ટમેન્ટ-૨૦૨) વિમલભાઇ લલીતભાઇ અગ્રાવત (રહે.પીપળીગામ ધર્મગંગા સોસાયટી તા.જી.મોરબી), પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર (રહે.મોરબી વિધ્યુતનગર ગરબી ચોક તા.જી.મોરબી) તથા મુકેશભાઇ ઘોઘાભાઇ સુરેલા (રહે.મોરબી) એ પોતાના કબજા ભોગવટા વાળા વેલકમ સ્પામાં ગે.કા. રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી ગુનામાં એકબીજાને મદદગારી કરી કુટણખાનું ચલાવી રેઇડ દરમયાન રોકડ રૂ.૫૬૦૦/- તથા મોબાઇલ તથા આપત્તિજનક સામગ્રી મળી કુલ રૂ.૫૭,૬૦૦/- નાં મુદ્દામાલ સાથે જયેશભાઇ મોહનભાઇ પરડવા (રહે.મોરબી- મહેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ સહજાનંદ એપાર્ટમેન્ટ-૨૦૨) વિમલભાઇ લલીતભાઇ અગ્રાવત (રહે.પીપળીગામ ધર્મગંગા સોસાયટી તા.જી.મોરબી), પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર (રહે.મોરબી વિધ્યુતનગર ગરબી ચોક તા.જી.મોરબી)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!