વાંકાનેરમાં કોર્ટ રૂમ બહાર લોબીમાં બે ઈસમો ફવાર જાહેરમાં એકબીજા સાથે બોલાચાલી ઝઘડો કરી કોર્ટ કાર્યવાહીમાં અડચણ ઉભી કરી હતી, જેથી પોલીસે ખુદ ફરિયાદી બની બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ ૧૯૪(૨) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ મેથકમાં ફરજ બજાવતા પો.કોન્સે. સંજયભાઇ જેસંગભાઇ બોરીચાએ આરોપી બહાદુરનાથ સુરમનાથ પરમાર ઉવ.૩૦ તથા આરોપી જોગનાથ દાદુનાથ બામણીયા ઉવ.૩૬ બંને રહે. મોટા ભોજપરા વાદિ વસાહત વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૧ એપ્રિલના રોજ બન્ને આરોપીઓએ વાંકાનેર કોર્ટ રૂમ બહાર લોબીમાં એકબીજા સાથે બોલાચાલી ઝઘડો કરતા હોય ત્યારે કોર્ટની કાર્યવાહીમાં ખલેલ થાય તે રીતે બખેડો કરતા મળી આવ્યા હતા. ત્યારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.