Tuesday, May 7, 2024
HomeGujaratરાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં પોલીસની કાર્યવાહી:ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ૬૦ ઈસમોને પાસા...

રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં પોલીસની કાર્યવાહી:ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ૬૦ ઈસમોને પાસા અને ૪૭ ફરાર આરોપીને ઝડપી જેલ હવાલે કરાયા

વર્તમાન સમયમાં ચુંટણીની આદર્શ આચારસંહિતા લાગુ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે અને મતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં થાય તે સારૂ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા રેન્જ હસ્તકના પ(પાંચ) જીલ્લાઓમાં અલગ – અલગ ગેરકાયદેસર પ્રવતિઓ સાથે સંકળાયેલા 60 જેટલા અસામાજીક તત્‍વો વિરુધ્ધ પાસાની કાર્યવાહી કરી છે.તેમજ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ ગુના માં નાસ્તા ફરતા ૪૭ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના પ જીલ્લાઓમાં અલગ–અલગ ગેરકાયદેસર પ્રવતિઓ સાથે સંકળાયેલા અસામાજીક તત્‍વો વિરુધ્ધ પાસાની દરખાસ્તો તૈયાર કરી જિલ્લા કલેકટરશ્રી તરફ ફાઇનલ હુકમ મેળવવા સારૂ મોકલી આપી પાસા વોરંટ મેળવી ૬૦ અસામાજીક તત્વોની અટકાયત કરી અલગ-અલગ જીલ્લાની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જેમાં પાસાના આરોપીઓમાં કુલ ૩૭ પ્રોહીબીશનની ગેરકાયદેશર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોનો સમાવેશ થાય છે. તેમજ સાના આરોપીઓમાં કુલ – ૨૩ ભયજનક વ્યકતિ/નાણાધીરધાર તથા જાતીય સતામણીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોનો સમાવેશ થાય છે. જેમાં દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા કુલ ૪, જામનગર જીલ્લા પોલીસ દ્વારા કુલ ૧૫, મોરબી પોલીસ દ્વારા કુલ ૧૧, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ ૧૩ અને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા કુલ ૧૭ પાસાના હુકમો મેળવી રેન્જમાંથી કુલ ૬૦ અલગ – અલગ ગેરકાયદેસર પ્રવતિઓ સાથે સંકળાયેલા અસામજીક તત્‍વો વિરુધ્ધ પાસા અંગેના ફાઇનલ હુકમ મેળવી તેની બજવણી કરી અટકાયત કરી અગલ-અલગ જીલ્લાની જેલોમાં મોકલી આપવાની કામગીરી કરી છે.

તેમજ રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાના હેતુ સાથે પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર દ્વારા રેન્જ હસ્તકના પાંચ જીલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પકડવા માટે એક ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને રાજ્ય બહારના આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના 5 પોલીસ અધિકારી તથા 25 પોલીસ કર્મચારીઓ મળી કુલ 30 અધિકારી-કર્મચારીઓની 5 અલગ-અલગ સ્પેશ્યલ ટીમો બનાવવામાં આવેલ હતી. આ ટીમો પૈકી મધ્યપ્રદેશ ખાતે અલગ-અલગ બે ટીમો, રાજસ્થાન ખાતે અલગ-અલગ બે ટીમો અને મહારાષ્ટ્ર ખાતે એક ટીમ મોકલવામાં આવી હતી. તેમજ રાજ્યના સ્થાનીક આરોપીઓને પકડવા માટે એલ.સી.બી.-એસ.ઓ.જીની ટીમો બનાવવામાં આવી હતી. આ તમામ ટીમો દ્વારા વેશપલટો કરી તેમજ પોતાની પોલીસ તરીકેની ઓળખ છુપાવી રાજસ્થાન રાજ્યના કુલ 11 આરોપીઓ અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત યુ.પી. તથા એમ.પી.ના કુલ 5 આરોપીઓ, મહારાષ્ટ્ર તથા હરીયાણાના કુલ 3 આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા છે. સાથોસાથ રાજ્યના લોકલ 28 આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, અટક કરેલ આરોપીઓ પૈકી 6 આરોપીઓ 20 વર્ષથી નાસતા-ફરતા હતા. અન્ય 6 આરોપીઓ 10 વર્ષથી નાસતા-ફરતા હતા. 35 આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી એટલે કે 2019 થી 2023 દરમ્યાનના નાસતા-ફરતા આરોપીઓ છે. આમ રાજકોટ રેન્જના દેવભુમી દ્રારકા જીલ્લા પોલીસ દ્વારા કુલ 9, જામનગર જીલ્લા પોલીસ દ્વારા કુલ 7, મોરબી પોલીસ દ્વારા કુલ 10, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ 13 અને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા કુલ 8 સહીત રેન્જના કુલ 47 નાસતા-ફરતા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને અને આ કામગીરી આગામી લોકસભા ચંટણી સુધી ચાલુ રહેનારી છે તેવું રેન્જ આઇજી અશોકકુમાર યાદવે જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!