મોરબી જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જુગારના અખાડા પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં વિવિધ સ્થળોએ દરોડો પાડી કરી કુલ ૩૯થી વધુ શખ્સો અટક કરવામાં આવ્યા હતા અને બે લાખથી વધુના મુદામાલ કબજે કરવામાં આવ્યા હતા.
હળવદ – સુસવાવ ગામ વિશ્વાસ પોલીપેક પાસે એક વાડીના માળે ગુપ્ત રીતે તીનપત્તીનો જુગાર રમતા કુલ ૬ શખ્સો અટક કરવામાં આવ્યા હતા.લખમણભાઇ બાબુભાઇ ગોગરા બોરીચા,ધ્રુવભાઇ કાંતિલાલ ફુલતરીયા પટેલ,ભરતભાઇ ઠાકરશીભાઇ પાંચોટીયા પટેલ,મગનભાઇ વાલજીભાઇ નારણીયા પ્રજાપતિ,રમેશભાઇ વાઘજીભાઇ સીણોજીયા પટેલ,જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઇ રાઘવજીભાઇ ઘેટીયા પટેલ ને રૂપિયા 1,17,700 સાથે ઝડપી લેવાયા હતા મુખ્ય સંચાલક ધવલભાઇ સુરેશભાઇ પટેલ ફરાર છે તેની શોધખોળ હાથ ધરી છે.
હળવદના ખેતરડી ગામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો બળદેવભાઇ વિરજીભાઇ દેકાવાડીયા,મહેશભાઇ હરજીભાઇ દેકાવાડીયા,લાખુભાઇ ધીરૂભાઇ ડુમાણીયા,શૈલષભાઇ ગનીભાઇ દેકાવાડીયા,મહિપતભાઇ સાદુરભાઇ દેકાવાડીયા,અવચરભાઇ જેસીંગભાઇ દેકાવાડીયા,ટીનાભાઇ ચતુરભાઇ દેકાવાડીયા, દેવજીભાઇ પોપટભાઇ દેકાવાડીયા,હર્ષદભાઇ ચંદુભાઇ બોરાણીયા ને રોકડ રૂપિયા 17,500 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેરમાં નવાપરા હનુમાન મંદિર પાછળ
ત્રણ શખ્સો જુગાર રમતા ઝડપાયા છે એક ફરાર થયો છે.ઝડપાયેલા આરોપીઓના પ્રદીપભાઇ રઘુભાઇ સરાવાડીયા,રાહુલભાઇ હમીરભાઇ ગાંભા,જોષનાબેન જેન્તીભાઇ બાવળીયા
ને રોકડ રૂપિયા 1,900 સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
માળીયા મીં ના નીરૂબેનનગર ગામના રસ્તા પર ચકલા પોપટના જુગાર રમતા આરોપી અરજણભાઇ છગનભાઇ ચાડાને રોકડ રૂપિયા 435 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારાના વીરપર ગામના નવા પ્લોટ વિસ્તારમાં ત્રણ શખ્સો રવીભાઇ મગનભાઇ સીપરા,સતીષભાઇ ચંદુલાલ મેણીયા અને સાગરભાઇ રાજેશભાઇ બાવરવાને રોકડ રૂપિયા 10,600 સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
મોરબી તાલુકાન નવા જાંબુડીયા ગામ ખાતે જુગાર રમતા 4 શખ્સો રાહુલભાઇ લાભુભાઇ ઉડેચા,નીલેશભાઇ જેઠાભાઇ મુંધવા,સીકંદર વલીમામદભાઇ સંધવાણી,હરખાભાઇ સામજીભાઇ સાલાણીને રોકડ રૂપિયા 10,070 સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
મોરબી તાલુકાના જુના જાંબુડીયા અને વિશીપરા વિસ્તારમાંથી 3 શખ્સ મહેબુબ ઓસમાણભાઇ સુમરા,જગદિશભાઇ રમેશભાઇ બોડા,વિનોદભાઇ હિરાભાઇ જોલાપરાને રોકડ રૂપિયા 10,100 સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર કોળીવાસ વિસ્તારમાં જુગાર રમતા મુન્નાભાઇ નાનજીભાઇ ડાભી,સુનિલભાઇ બાબુભાઇ રાણેવાડીયા,સંજયભાઇ બાબુભાઇ રાણેવાડીયા,પ્રતાપભાઇ નથુભાઇ સાલાણીને રોકડ રૂપિયા 11,200 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.