ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુડા ગામની સીમ વિસ્તારમાં ખુનનો બનાવ બન્યો હતો. જમાં ફરિયાદીએ કુડા ગામની સીમમાં આરોપીની જમીન વાવવા માટે રાખી હતી.જેમાં પાણી વાળવા બાબતે માથાકુટ થયા આરોપીને ફરિયાદી તેમજ તેના પિતાને લોખંડનો ઘણ પેટના ભાગે બે ઘા મારી મોત નિપજાવતા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુડા ગામની સીમ વિસ્તારમાં ખુંનનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી નાગરભાઈ
ખોપરણીયાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે તેમના પિતા માવજી ભાઈએ કુડા ગામની સીમમાં અર્જુનભાઈ કોળીની જમીન વાવવા માટે રાખી હતી જેમાં જુવાર વાવી હતી. તેમાં પાણી વાળવા બદલ ઝગડો થતાં આરોપીએ ફરીયાદીને લોખંડની ક્રોસ વતી ડાબા પગે તથા જમણા હાથે મુઢ ઇજા કરી તથા મૃત્યુ પામનારા વચ્ચે પડતા આરોપીએ એક લાકડાના હાથામા ફીટ કરેલ લોખંડનો ઘણ મરણજનારને પેટના ભાગે બે ઘા મારી મોત નિપજાવી હત્યા કરી હતી. જેમને ધાંગ્રધા સિવિલ હોસ્પીટલ ખાતે લઇ જતાં હાજર ડોક્ટરોએ મોત નિપજયાનું જાહેર કર્યું હતું. જેથી આરોપી ભાગી જતાં પોલીસે દ્વારા આરોપી અર્જુન કોળીને રાઉન્ડ કરી તેના વિરૂદ્ધ બી.એન.એસ.કલમ-૧૦૩(૧), ૧૧૫(૨) તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસે દ્વારા ચલાવવામાં આવી રહી છે.