મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ પહેલા એક વર્ષ અગાઉ પણ આરોપોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે આરોપી સાહિલ ઇસ્માઇલ કટીયા વિરૂદ્ધ સિટી એ ડિવિઝન અને બી ડિવિઝન માં લૂંટ, ચોરી અને પોકસો સહિતના પાંચ ગુન્હા દાખલ થયેલા છે. જેની મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપી એક વર્ષ પહેલાં પણ અન્ય સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે હાલ પોલીસે ૨૦ વર્ષીય આરોપી સાહિલ ઇસ્માઇલ કટીયાની ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. મોરબી સિટી એ ડિવિઝન અને બી ડિવિજન પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ભૂતકાળમાં લુંટ, ચોરી, પોકસો સહિતમાં પાંચ ગુના નોંધાઇ ચૂક્યા છે.ત્યારે હાલ મોરબી સિટી બી ડિવિજન પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.