Monday, May 19, 2025
HomeGujaratહળવદના સુરવદર ગામે યુવક પરિણીતાનાપ્રેમ પ્રકરણમાં આધેડની હત્યા નીપજાવનાર પૈકી ત્રણને પોલીસે...

હળવદના સુરવદર ગામે યુવક પરિણીતાનાપ્રેમ પ્રકરણમાં આધેડની હત્યા નીપજાવનાર પૈકી ત્રણને પોલીસે પકડી પાડ્યા:અન્યની શોધખોળ

હળવદ પોલીસ સ્ટેશનના સુરવદર ગામે પ્રેમપ્રકરણમાં મોત નિપજાવનાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે રાયધ્રા ગામની કાજલને શક્તીનગર પરણાવી હતી. તેને ભગાડીને લઈ ગયા હતા. જે બાબતનું આરોપીઓએ મનદ:ખ રાખી તા.૧૮/૦૫/૨૦૨૫ ના વહેલી સવારે હુમલો કરી હત્યા નીપજાવી હતી. જે બાબતે ચાર મુખ્ય આરોપી સહિત અન્ય ચાર પાંચ વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ કરાતા પોલીસે ચાર આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના સુરવદર ગામના મનોજભાઈ કરશનભાઈ ધામેચાએ રાયધ્રા ગામની કાજલને શક્તીનગર પરણાવી હતી. તેને ભગાડીને લઈ ગયા હતા. જે બાબતનું આરોપીઓએ મનદ:ખ રાખી તા.૧૮/૦૫/૨૦૨૫ ના વહેલી સવારના આશરે ૦૪/૦૦ વાગ્યે આસપાસ ફરીયાદી કિરણભાઇ કરશનભાઇ ધામેચા પોતાના ઘરે સુતા હતા. તે વખતે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી છરી તેમજ ધોકા જેવા જીવલેણ હથીયાર ધારણ કરી ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીનું અપહરણ કરી ગાડીમાં બેસાડી આરોપીઓએ ફરીયાદીનું ગળુ દબાવતા હતા. તે વખતે ચંદુભાઇ રાઘવજીભાઇ ધામેચા તેને છોડવવા જતા આરોપી વિશાલભાઇએ મરણજનાર ચંદુભાઇને છાતીની જમણી બાજુ છરીનો ઘા મારી મોત નિપજાવ્યું હતું. તે દરમ્યાન મરણજનારનો દીકરો જયેશ તેમને છોડાવવા જતા આરોપી વિશાલે તેને પણ માથાના ભાગે છરીનો ઘા માર્યો હતો. અને ઝઘડા દરમ્યાન મરણજનારની દીકરી સંજના અને જયસુખ આવતા આરોપીઓએ ધોકા વડે મુઢ માર માર્યો હતો. જેને લઇને
કિરણભાઇ કરશનભાઇ ધામેચાએ વિશાલભાઇ રમેશભાઈ નંદેસરીયા, શામજીભાઈ રણછોડભાઇ નંદેસરીયા અને સાગરભાઇ રણછોડભાઇ નંદેસરીયા તેમજ આશીષભાઇ બાબુભાઇ કોળી અને અન્ય ચારથી પાંચ ઈસમો વિરૂધ્ધ ફરીયાદ કરતા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ, એ.એસ.આઈ અજીતસિંહ નટુભા, એ.એસ.આઈ. રમેશભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ દીનેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ, દિવ્યરાજસિંહ, સાગરભાઈ, રણજીતસિંહ, સુરેશભાઈ, યુવરાજસિંહ, હિતેષભાઈ તેમજ હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!