Sunday, September 8, 2024
HomeGujaratટંકારામાં પવન ચકકી સામે જુગાર રમતા બે શકુનિઓ પોલીસ ગિરફ્તમાં

ટંકારામાં પવન ચકકી સામે જુગાર રમતા બે શકુનિઓ પોલીસ ગિરફ્તમાં

મોરબી જિલ્લામાં જુગારની વધતી બદીને નેસ્તોનાબુદ કરવાની જિલ્લા પોલીસ અધિક્ષકે સુચના આપી હતી. જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન ટંકારા પોલીસની ટીમે અમરાપર રોડ ઉપર જતા પ્રથમ પવન ચકકી સામે આસુન્દ્રા નદીના કાંઠે જુગાર રમતા 2 બાજીગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ટંકારાના અમરાપર રોડ ઉપર જતા પ્રથમ પવન ચકકી સામે આસુન્દ્રા નદીના કાંઠે બે ઈસમો ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીનપતિનો રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હતી. અને બાવળના ઝાડ નીચે જુગાર રમતા રમેશભાઇ રણછોડભાઇ કોરીંગા (રહે. ટંકારા લોવાસ તા.ટંકારા જી.મોરબી) તથા રાજીવભાઇ કેશવજીભાઇ પાચોટીયા (રહે. ટંકારા ગાયત્રીનગર તા.ટંકારા જી.મોરબી) નામના બે જુગારીઓને રોકડા રૂપીયા-૩૧,૪૦૦/- સાથે પકડી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!