પોલીસે બન્ને દરોડામાં કુલ રોકડા રૂ.૨,૨૩,૮૦૦/- કબ્જે લીધા.
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા અને હળવદ પોલીસે જુગાર અંગે મળેલ પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે અને હળવદ તાલુકાના ઇશ્વરનગર એમ બે સ્થળોએ કરવામાં આવેલ રેઇડમાં કુલ ૧૬ જુગારીને ઝડપી લેવાયા હતા, આ સાથે પોલીસે બન્ને દરોડામાં આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૨,૨૩,૮૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તાલુકાના જુના ઢુવા ગામની સીમમા નેશનલ હાઈવે બાબા રામદેવ હોટલ પાસે ભંગારના ડેલાની પાછળથી જાહેરમા જુગાર રમતા પ્રતાપસિંહ ગંભીરસિંહ જાડેજા રહે.હાલ જુના ઢુવા તા.વાંકાનેર મુળરહે.વાંકાનેર આસ્થા ગ્રીન સોસાયટી તા.વાંકાનેર, રવિભાઈ વિરમભાઈ માલકીયા રહે.જુના ઢુવા તા.વાંકાનેર, રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ રહે.હાલ નવા ઢુવા તા.વાકાનેર મુળરહે.જામનગર ઈંદીરા સોસાયટી, મુકેશભાઈ કાળુભાઈ ખીંટ રહે.નવા ઢુવા તા.વાકાનેર, અજયભાઈ ખોડાભાઈ દેગામાં રહે.નવા ઢુવા તા.વાકાનેર, પ્રતીકસિંહ જનકસિંહ ઝાલા રહે.નવા વઘાસીયા તા.વાકાનેર, નાસીરભાઈ હુસેનભાઈ શાહમદાર રહે.રાણેકપર તા.વાંકાનેર, ઈમ્તીયાજભાઈ હુસેનભાઈ શાહમદાર રહે.રાણેકપર તા.વાંકાનેર, સલમાનભાઈ યુસુફભાઈ કાજી રહે.જુના ઢુવા તા વાકાનેર તથા ભાવેશભાઈ મનસુખભાઈ નિમાવત રહે.રાણેકપર તા.વાંકાનેર વાળા એમ કુલ ૧૦ જુગારીને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૯૭,૨૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે હળવદ પોલીસ મળેલ બાતમી હકીકત આધારે ઇશ્વરનગર ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી આરોપી બળવંતસિંહ દિપસિંહ ચૌહાણ હાલરહે. હળવદ હરીનગર-૨ સોસાયટી સરા રોડ મુળરહે. ગામ ટીકર તા.હળવદ, હિરજીભાઇ લખમણભાઇ સરાવાડીયા રહે.ગામ ઇશ્વરનગર તા.હળવદ, અશોકભાઇ નાનજીભાઈ વઢરકીયા રહે. હળવદ ગૌરી દરવાજા શરણેશ્વર સોસાયટી તા.હળવદ, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ રહે ગામ જુના ધનાળા તા.હળવદ, પરસોતમભાઇ શંકરભાઇ હડીયલ રહે હળવદ ગૌરી દરવાજા તળાવ પાસે તા.હળવદ તથા જયંતીભાઇ ઠાકરશીભાઇ તારબુંદીયા રહે.હળવદ કણબીપરા પીંજારા વાળી શેરી તા.હળવદ વાળાને રોકડ રકમ રૂ.૧,૨૬,૬૦૦/- ના મુદામાલ સાથે રંગેહાથ પકડી લઈ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.