મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ્મશાન નજીકથી મોટરસાયકલ સવાર બે ઇસમોને વિદેશી દારૂના જથ્થા સાથે તાલુકા પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૨૮ બોટલ તેમજ મોટર સાયકલ સહિત ૨૭,૭૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઘુંટુ ગામની સીમમાં સ્મશાન સામે સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં. જીજે-૩૬-એન-૯૮૭૬ માં સવાર બે ઇસમોને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની ૧૮૦મીલી. ની ૨૮ બોટલ કિ.રૂ.૭,૭૦૦/-મળી આવતા તુરંત આરોપી ડાયાભાઇ મોતીભાઇ ગોધા ઉવ.૩૧ રહે-લાટો ટાઇલ્સ મજુરોની ઓરડીમાં રાતાવીરડા-સરતનપર રોડ તા.જી.મોરબી મુળ ગામ-લોરવાડા તા.થરાદ જી.બનાસકાંઠા તથા આરોપી ચિરાગકુમાર શંકરલાલ લાફા ઉવ.૨૬ રહે- લાટો ટાઇલ્સ મજુરોની ઓરડીમાં રાતા વીરડા-સરતનપર રોડ રોડ તા.જી.મોરબી મુળ ગામ-નવી બજાર તા-વાવ જી.બનાસકાંઠા વાળાની અટક કરી મોટર સાયકલ સહિત ૨૭,૭૦૦/-મો મુદ્દામાલ કબ્જે લઈ તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે