Sunday, September 8, 2024
HomeGujaratટંકારાની લતીપર ચોકડી પાસે વર્લીફીચરનો જુગાર રમાડતા બે શખ્સો પોલીસ ગિરફ્તમાં

ટંકારાની લતીપર ચોકડી પાસે વર્લીફીચરનો જુગાર રમાડતા બે શખ્સો પોલીસ ગિરફ્તમાં

મોરબી જિલ્લામાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા શખ્સો અવાર-નવાર પકડાતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે ટંકારા પોલીસની ટીમે ટંકારા લતીપર ચોકડી પાસે રેઇડ કરી વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા બે શખ્સોને પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ટંકારા લતીપર ચોકડી પાસે બે શખ્સો વર્લીફીચરના આંકડા લખી જુગાર રમી-રમાડી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી વલ્લભ ભલાભાઈ પંચાસરા (રહે.રાજકોટ પાંજરાપોળ મેલડી માતા ના મંદિર વાળો રોડ તા જી રાજકોટ) તથા હારૂન સુભાનભાઈ વડગામા (રહે મોચી બજાર ટંકારા)ને પકડી તેમની પાસેથી વર્લીફીચરના આંકડા લખેલ ચીઠી, બોલપેન તથા રોકડ રૂપિયા રૂ. ૬૧૫૦/- મળી જુગારના સાહિત્યનો મુદામાલ કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!