Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેરના વઘાસીયા ગામ પાસે બે શખ્સો દ્વારા પોલીસ પર હુમલો

વાંકાનેરના વઘાસીયા ગામ પાસે બે શખ્સો દ્વારા પોલીસ પર હુમલો

વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ઇસમોને રોકવા જતા પોલીસ જવાન પર બે ઇસમોએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુન્હો નોંધાયો છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપી મહેન્દ્રસિંહ ઝાલા અને પ્રતિક ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલા રહે બંને વઘાસીયા વાંકાનેર વાળા દારૂનો ધંધો કરતા હોય અને ફરિયાદી હરપાલસિંહ પરમાર પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપીઓ જ્યુપીટર લઈને દેશી દારૂના બાચકા સાથે પસાર થતા તેને રોકવા કોશિશ કરતા જ્યુપીટર વાહન સ્લીપ થતા બંને પડી ગયા હતા અને ફરિયાદી હરપાલસિંહ સહિતની ટીમ ત્યાં પહોંચતા બંને ઇસમોએ છરી વડે ઓચિંતો હુમલો કરી ઈજા કરી હતી જે બનાવને પગલે પોલીસે સ્થળ પરથી દેશી દારૂ ૫૦ લીટર સ્થળ પરથી જપ્ત કર્યો છે તો બંને ઈસમો નાસી ગયા હતા વાંકાનેર સીટી પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!