Monday, January 6, 2025
HomeGujaratમોરબીમાં ગાડીનો કાચ તોડી બે લાખ રોકડની ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના...

મોરબીમાં ગાડીનો કાચ તોડી બે લાખ રોકડની ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબી શહેરમાં પાર્ક કરેલી બલેનો કાર ગાડીના કાચ તોડીને રોકડા રૂપિયા એક લાખની ચોરી કરનાર આરોપીને મોરબી એલસીબી તેમજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો છે. જે આરોપીએ ગત તા. 16/07/2024 ના રોજ મોરબી સાવસર પ્લોટ 11-12 વચ્ચે આવેલ સાગર હોસ્પિટલ પાસે રોડ પર પાર્ક કરેલ ગાડીમાંથી એક લાખ ચોરી કરનાર આરોપીને બે લાખના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ મોરબી સાવસર પ્લોટ ૧૧-૧૨ વચ્ચે આવેલ સાગર હોસ્પીટલ પાસેના રોડ પર શૈલેષભાઇ બચુભાઇ સાણંજા રહે. શોભાકુંજ, અવનીરોડ, મોરબી વાળાએ પોતાની બલેનો ગાડી નંબર-જીજે.૩૬.એફ.૨૯૫૪ વાળી પાર્ક કરી ઘરકામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા વ્યકિતએ તેઓની બલેનો ગાડીના આગળની બાજુ ખાલી સાઇડના દરવાજાનો કાચ તોડી ગાડીમાં રહેલ થેલામાંથી રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- ની ચોરી કરી નાશી જતાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવ્યો હતો. જે આરોપીને પકડવા એલ.સી.બી./મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા આજરોજ તા.૨૬/૦૭/૨૦૨૪ના રોજ હયુમન ઇન્ટેલીજન્સના માધ્યમથી હકિકત મળેલ કે, સી.એન.જી.રીક્ષા નંબર-GJ-01-GT-0991 ના ચાલકે ચોરીને અંજામ આપ્યો છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.સ્ટાફના માણસોએ મોરબી ધરમપુર રોડ, યુનીક સ્કુલ પાસેથી સી.એન.જી.રીક્ષા નંબર-GJ-01-GT-0991 ના ચાલક કેતનભાઈ દાતારામ ચૌહાણને હસ્તગત કરી પુછપરછ કરતા પોતે ચોરીના ગુન્હાને અંજામ આપ્યાની કબૂલાત આપતા પોલીસે તેની પાસેથી રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- તેમજ ઓટો રીક્ષા સહિત કુલ રૂ.૨,૦૦,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી ગણતરીના દિવસોમાં ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.

આ કામગીરી મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા,સિટી એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા,પીએસઆઈ એસ.આઇ.પટેલ,કે.એચ.ભોચિયાં, એ.વી. પાતળીયા સહિતનો એલસીબી તેમજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!