Saturday, January 11, 2025
HomeGujaratકૌભાંડીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ:વાંકાનેરમાં રૂ.૫૩ લાખથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરનારા ત્રણ...

કૌભાંડીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ:વાંકાનેરમાં રૂ.૫૩ લાખથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરનારા ત્રણ શિક્ષકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકા પંચાયત શિક્ષણ ખાતામા અલગ અલગ વિભાગમા ફરજ બજાવતા ત્રણ શિક્ષકોએ રૂ.૫૩ લાખથી વધુની સરકારી નાણાંની ઉચ્ચપત કરી કૌભાંડ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપીઓએ નકલી બિલ બનાવી ત્રણેય આરોપી શિક્ષકોએ વિવિધ ગ્રાન્ટ તથા આર.ટી.ઇ.સ્કુલ ફી રીમ્બર્સમેન્ટની રકમ પણ પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ મોરબી જિલ્લાના શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રવીણકુમાર વીરજીભાઇ અંબારીયા (રહે.કેશવનગર,શીક્ષક સોસાયટીની બાજુમા,હળવદ રોડ,ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર) દ્વારા એક કૌભાંડની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેઓએ દ્વારા ત્રણ શિક્ષકો વિરુધ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રવીણકુમાર વીરજીભાઇ અંબારીયા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, સોલંકી નગર પ્રાથમિક શાળા ઝિંઝુડામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બનાવતા અરવિંદભાઇ નાનાભાઇ પરમાર (રહે.હાલ નેસ્ટ હીલ ૩૦૧,રવાપર-ઘુનડા રોડ,મોરબી મુળ રહે.મરડીયા પો.સ્ટ.સાંઢેલી તા.ઠાસરા જી.ખેડા), પલાસ પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બનાવતા હિમાંશુભાઇ નારણભાઇ પટેલ (રહે.હાલ ભાટીયા સોસાયટી ચંદ્રપુર વાંકાનેર મુળ રહે.વદ્રાડગામ તા.પ્રાંતીજ જી.સાબરકાંઠા) તથા હાલ સી.આર.સી.કોર્ડીનેટર વાંકીયા તરીકે ફરજ બનાવતા અબ્દુલભાઇ અબ્રાહમભાઇ શેરીસીયા (રહે.જોધપર તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સો વાંકાનેર તાલુકા પંચાયત શિક્ષણ ખાતામા અલગ અલગ વિભાગમા સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન વર્ષ-૨૦૧૭-૧૮,૨૦૧૮-૧૯,૨૦૧૯-૨૦મા આરોપીઓને ઉપરી અધિકારીએ વિશ્વાસ પુર્વક સોપેલ કામ ન કરી એકબીજા સાથે ઘણા સમયથી મેલમિલાપીપણુ કરી પોતાના આર્થીક ફાયદા સારૂ સરકાર તરફથી મળતા કર્મચારીઓના પગાર બીલોની રકમ તથા અન્ય બિલો જેવા કે આર.ટી.ઇ.સ્કુલ ફી રીમ્બર્સમેન્ટની રકમ ગ્રાન્ટમા,શિષ્યવૃતીની બચત ગ્રાન્ટ,સિલેકશન ગ્રાન્ટ,પ્રવાશી શિક્ષક ગ્રાન્ટ,ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ ,શાળા સ્વચ્છતા ગ્રાન્ટ અને વિદ્યા લક્ષ્મી બોન્ડ ગ્રાન્ટના બીલોમા મુળ સરકારી બીલો ઉપરથી તેના જેવા ખોટા બનાવટી બિલો જાણી બુઝી બનાવી આ બીલો નિયમોનુસાર જેતે અધિકારીના સહી સિક્કા મેળવી બિલો મંજુર કરાવી સરકારી બીલોની મુળ રકમ કરતા વધારે રકમ વાળા બનાવટી બીલો ઉભા કરી તેમજ અમુક રકમ બીજા અન્ય બિલોમા રીપીટ કરી તે રીતે કુલ રૂ.૫૩,૧૫,૪૫૧/- ના સરકારી નાણાની ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમા વપરાશમા લઇ તેમજ પોતાના તેમજ તેના સગા-સબંધીના મિત્ર વર્તુળના ખાતામા જમા કરાવી ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!