વાંકાનેર: નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કેસમાં કોર્ટ દ્વારા સમન્સની બજવણી થયા છતાં આરોપી મુદતે હાજર ન રહેતા વાંકાનેર સિવિલ કોર્ટે કડક વલણ અપનાવી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર સિવિલ કોર્ટમાં ચાલતા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના કેસમાં આરોપી મહાદેવભાઈ ખેમાભાઈ યોગી રહે.બસપા તા. સમી જી.પાટણ વાળા સામે વર્ષ ૨૦૨૪માં દાખલ થયેલા કેસમાં કોર્ટના હુકમ મુજબ આરોપીને ફોર્મ-૪ તથા સંબંધિત જાહેરનામા દ્વારા કોર્ટે હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. સમન્સની નિયમ મુજબ બજવણી થયેલી હોવા છતાં આરોપી નિર્ધારિત મુદતે કોર્ટમાં હાજર ન રહેતા આ મામલે કોર્ટ દ્વારા આકરું વલણ અપનાવી કોર્ટના આદેશની અવગણના બદલ પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ વાંકાનેરના બેન્ચ ક્લાર્ક ભગીરથસિંહ હરદેવસિંહ ઝાલાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.









