રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની છે જેને લઇને હવે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવનારા પીએસઆઇ પ્રજ્ઞેશ ત્રાજીયા ફરિયાદી બન્યા છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. TRP ગેમ ઝોનમાં અગ્નીકાંડમાં ધવલભાઇ ભરતભાઇ ઠકકર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. જેમાં IPC 304, 337, 338, 308, 114 અંતર્ગત પોલીસ ફરીયાદ દાખલ કરાઈ છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ TRP અગ્નિકાંડમાં તાલુકા પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજિયા ફરિયાદી બન્યા છે. જેમાં ધવલભાઇ ભરતભાઇ ઠકકર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. જેમાં IPC 304, 337, 338, 308, 114 અંતર્ગત પોલીસ ફરીયાદ દાખલ કરાઈ છે. જે ફરિયાદમાં 50 મીટર પહોળું અને 60 મીટર લાંબુ બે થી ત્રણ માળ જેટલું ઊંચું લોખંડ તથા પતરાના ફેબ્રિકેશનથી ગેમ ઝોન બનાવવામાં આવ્યું હતું તેવો ઉલ્લેખ કરાયો છે. ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા ન હતા અને ફાયર એનઓસી મેળવવામાં પણ આવી ન હતી. આવી જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી ૧૦૦ ટકા આગ લાગવાથી ગંભીર ઈજા તેમજ માનવ મૃત્યુ થવાની સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખવામાં આવ્યો હતો. જેને કારણે નિંભર તંત્રએ ઘોર બેદરકારીને દાખવી છે તેથી અધિકારીઓ વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેમ પરિવારજનો માંગ કરી રહ્યા છે. તે ઉપરાંત અગ્નિ કાંડ બનેલ TRP ગેમ ઝોન બિલ્ડિંગ માંથી ખાલી દારૂની બોટલો અને સિગારેટના પેકેટ પણ મળી આવ્યા છે. તેથી સવાલો ઉઠી રહ્યા છે કે શું TRP ગેમ ઝોનમાં દારૂ પણ પીવાતો હતો. ત્યારે આ TRP ગેમ ઝોન જે એસ પાર્ટી પ્લોટ તેમજ આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુક્ત પણે ધવલ કોર્પોરેશનના પ્રોપરારાઇટર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે આરોપીઓ વિરૂદ્ધ તંત્ર કડક પગલાં લેશે કે દર વખતેની માફક તપાસના નામે ડિંડક ચલાવવામાં આવશે….