હળવદ તાલુકાના સાપકડા ગામના યુવકને એક મહિલાએ પ્રેમ સંબંધના બહાને રૂપિયા પડાવવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હોવાની ફરિયાદ નોંધાવી છે. હાલ હળવદ પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરાઈ છે.
હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા જીગરભાઈ જનાભાઈ સણાસીયા ઉવ.૨૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી હેતલબેન પ્રદીપસિંહ પરમાર હાલ રહે.હળવદ મૂળ રહે. સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપી હેતલ તેમના સાથે પ્રેમ સંબંધ બાંધી રૂપિયા પડાવવા અને ખોટા કેસમાં ફસાવવા ધાક ધમકી આપતા હોય ત્યારે ફરિયાદી જીગરભાઈએ નોંધાવેલ ફરિયાદ મુજબ, ફરીયાદી જીગરભાઈ સાથે આરોપી બહેને પ્રેમ સબંધ બનાવી, રૂપિયા ત્રીસ હજારની માંગણી કરેલ અને ત્રીસ હજાર રૂપિયા નહી આપે તો જીગરભાઈના ઘરે જઈને દવા પીને મરી જવાની અને ખોટા બળાત્કારના કેસમા ફસાવી દેવાની અવાર નવાર ધાક ધમકી આપતા હતા. હાલ હળવદ પોલીસે જીગરભાઈની ફરિયાદને આધારે આરોપી મહિલા સામે ભારતીય ન્યાય સહિતાની કલમ-૩૦૮(૨), ૩૦૮(૭), ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









