Thursday, November 7, 2024
HomeGujaratવાંકાનેર પાલિકાના કર્મચારી વિરુદ્ધ ધાક ધમકી અને બેફામ વાણી વિલાસ આચર્યાની પોલીસ...

વાંકાનેર પાલિકાના કર્મચારી વિરુદ્ધ ધાક ધમકી અને બેફામ વાણી વિલાસ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર પાલિકાના કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં વાંકાનેરની આસીયાના સોસાયટીમાં ગેરકાયદે નળ કનેક્શનની શંકાએ તપાસઅર્થે ગયેલ કર્મચારીએ ગાળાગાળી ધાક ધામકી આપ્યાની રાવ ઉઠી છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરની આસીયાના સોસાયટીમાં રહેતા ગીતાબેન મુકેશભાઇ મકવાણા એ નગરપાલિકા ના કર્મચારી અશોકભાઇ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું કે આરોપી અશોકભાઇ નગર પાલીકાના કર્મચારી હોય જેથી ગીતાબેનના રહેણાક વિસ્તારમા ગેરકાયેદસર નળ કનેકશન હોવાની શંકા જતા તે તપાસ અર્થે આ વિસ્તારમાં ગયા હતા જ્યાં તપાસ દરમીયાન ગીતાબેન સાથે અન્ય મહિલાઓ સાહેદો ભેગા થઇ ગયા હતા. જે ને લઈને અશોકભાઈ એ ગીતાબેન સાથે ઝઘડો કરી બેફામ વાણી વિલાસ અચર્યા હતો ઉપરાંત ધકકો મારતા ગીતાબેન પડી ગયા હતા જેને મુંઢ ઇજા થતાં તેઓએ ધાકધમકી આપ્યા સહિતની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે  આઇ.પી.સી.કલમ ,૩૨૩,૫૦૪,૫૦૬,(૧) ધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!