હળવદના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ.હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સગીર વયની દીકરીને આરોપી કિશન વિષ્ણુ વસાવા રહે માથક ગામની સીમ હળવદ વાળો ઇસમ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના કે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયો છે.હળવદ પોલીસે સગીરા અપહરણનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.