Tuesday, April 7, 2026
HomeGujaratમોરબીમાં ચૂંટણી પૂર્વે દારૂના જંગી જથ્થા પર પોલીસની મોટી રેઇડ, ૫૦.૩૮ લાખના...

મોરબીમાં ચૂંટણી પૂર્વે દારૂના જંગી જથ્થા પર પોલીસની મોટી રેઇડ, ૫૦.૩૮ લાખના વિદેશી દારૂ સાથે એક પકડાયો

પોલીસે ૯૯૨૪ નંગ બોટલ વિદેશી દારૂ, ત્રણ વાહન સહિત ૫૭.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પાંચ આરોપીઓની શોધખોળ.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં ચૂંટણી પૂર્વે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરીને ગેરકાયદે વેચાણના મનસૂબા પર સ્થાનિક પોલીસે પાણી ફેરવી દીધું છે. જેમાં પૂર્વ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે શહેરના શનાળા બાયપાસ નજીક ગુલાબનગર શેરી નં-૧ માં કરેલ દરોડા દરમિયાન જુદા જુદા ત્રણ વાહનમાં છુપાવેલ વિદેશી દારૂની ૯૯૨૪ નંગ બોટલો સાથે એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે પાંચ આરોપીઓના નામ ખુલતા તે તમામને ફરાર દર્શાવ્યા છે. હાલ પોલીસે કુલ ૫૦.૩૮ લાખનો દારૂ, ત્રણ વાહન અને મોબાઇલ સહિત ૫૭.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી જીલ્લામાં ચૂંટણી પૂર્વે ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુલાબનગર શેરી નં.૧માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી મુસ્તકીમ સનાના રહેણાંક આજી બાજુ ઉભેલ બે સુઝુકી કેરી વાહન રજી.નં. જીજે-૦૩-બીઝેડ-૧૩૪૬ અને જીજે-૦૩-બીઝેડ-૫૭૪૮ તથા બોલેરો રજી.નં. જીજે-૩૬-વી-૦૩૨૩ સહિત ત્રણ વાહનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની કુલ ૯૯૨૪ બોટલ કિ.રૂ. ૫૦.૩૮ લાખ મળી આવી હતી.

આ સાથે પોલીસે સ્થળ પરથી મુસ્તકીમ ઉર્ફે લાલો અલારખાભાઈ સના ઉવ.૧૯ રહે. મોરબી શનાળા બાયપાસ નજીમ ગુલાબ નગર શેરી નં.૧ વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ નવઘણભાઈ અને દિવ્યેશભાઈ મોહનભાઇ બાંભવા રહે. તુલસી પાર્ક મોરબી, ઓમાન અશરફભાઈ ધારાણી રહે. ખોજા સોસાયટી લાયન્સનગર મોરબી, યુવરાજસિંહ અનોપસિંહ ડોડીયા રહે. વજેપર મોરબી અને ભીમશી કોળી રહે. કાગદડી તા.જી.રાજકોટ વાળાના નામ ખુલતા તે તમામને પોલીસે ફરાર દર્શાવ્યા છે.

દરોડા દરમિયાન પોલીસે ત્રણ વાહન (બે સુઝુકી કેરી અને એક બોલેરો) તેમજ એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૫૭,૪૩,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ૬ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!