મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી અને અકસ્માત રોકવાના હેતુસર “ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ૩૯૫ વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ટ્રાફિક નિયમો ભંગ કરનારા વાહન ચાલકો સામે વિવિધ ૪૯ ગુનાઓ નોંધાયા અને કુલ રૂ.૩૮,૬૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં હાઇવે ઉપર “ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” યોજવામાં આવી હતી. આ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન કુલ ૩૯૫ વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે ૧૩ કેસ, માલ-સામાન ભરેલા પરંતુ તાલપત્રી વગરના વાહનો માટે ૦૯ કેસ, લાયસન્સ વિના વાહન ચલાવનારા સામે ૧૬ કેસ, રોંગ સાઇડ અને વધુ ઝડપે ચાલતા વાહનો સામે ૦૩ ગુના, અડચણરૂપ પાર્ક કરેલા વાહનો સામે ૦૮ ગુના તેમજ ૦૭ વાહનો ડીટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, આ સાથે સમાધાન શુલ્ક હેઠળ કુલ રૂ.૩૮,૬૦૦/-નો દંડ વસુલાયો હતો.