Wednesday, July 23, 2025
HomeGujaratમાળીયા મિયાણા એક લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

માળીયા મિયાણા એક લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

માળીયા મીયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહીં કરવાના બદલામાં રૂપિયા એક લાખની લાંચ માંગતા, લાંચ નહિ આપવા ઇચ્છતા જાગૃત વ્યક્તિએ સુરેન્દ્રનગર એસીબીને જાણ કરતા એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક લાંચનું છટકું ગોઠવી એક વચેટિયાને પોલીસ કોન્સ્ટેબલ વતી લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો.ત્યારે આ કેસમાં ફરાર લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ અંતે જેલ હવાલે થયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, માળીયા મિયાણા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ સીયાળ દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી.જો કે, અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચ અંગે સુરેન્દ્રનગર એસીબી ટીમને ફરિયાદ કરતા એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈએ લાંચની રકમ ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને આપવા જણાવતા એસીબી ટીમની હાજરીમાં આરોપી ગુલામરસુલ એક લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.જો કે, આ કેસમાં લાંચ માંગનાર કોન્સ્ટેબલ રાયમલ શીયાળ ફરાર થયો હતો. જેની આજ રોજ એ.સી.બી. ટીમે ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!