Friday, December 27, 2024
HomeGujaratમાળિયા મી.માં વર્ષ ૨૦૧૪માં પાસપોર્ટ વેરિફિકશન ઇન્કવાયરી માટે લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલને...

માળિયા મી.માં વર્ષ ૨૦૧૪માં પાસપોર્ટ વેરિફિકશન ઇન્કવાયરી માટે લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલને પાંચ વર્ષની સજા ફટકારાઈ

માળીયા મીયાણા ના ફરિયાદી મનોજભાઈ હેડાઉના નાના ભાઇના પત્નીનો પાસપોર્ટ માટે માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી. જે અરજી મંજૂર કરવા અનામ પોલીસ કોન્સ્ટેબલ અમરતભાઈ મકવાણા દ્વારા ૫૦૦ રૂપિયાની ગેર કાયદેસર રીતે માંગણી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી દ્વારા એ.સી.બી ને લાંચ બાબતે ફરિયાદ કરતા છટકુંમાં આવી જતા કેસ ચાલ્યો હતો. જેમાં આરોપીને અનામ પોલીસ કોન્સ્ટેબલને પાંચ વર્ષની સજા અને ૫,૦૦૦ રૂપિયાનો દંડ સ્પેશ્યલ જજ (એ. સી. બી.) અને પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટે મોરબી દ્વારા ફટકારવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુન્હો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ની કલમ ૭.૧૩ (૧) (ઘ) તથા ૧૩(૨) મુજબ ફરિયાદી મનોજભાઈ હેડાઉના નાના ભાઇના પત્ની પુજાબેન પ્રદયુમન હેડઉની પાસપોર્ટ ઇન્કવાયરી આરોપી અનામ પોલીસ કોન્સ્ટેબલ અમરતભાઈ મકવાણા દ્વારા પાસપોર્ટ ઇન્કવાયરીની કાર્યવાહી સમયસર પુર્ણ કરી, મોકલી આપવા માટે તા. ૧૭/૦૩/૨૦૧૪ના રોજ ફરીયાદીને પોલીસ સ્ટેશન બોલાવી રૂબરૂમાં રૂ.૫૦૦/-ની ગેર કાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી. તથા તા. ૧૮/૦૩/૨૦૧૪ના રોજ ટેલીફોન દ્વારા લાંચની માંગણી કરતા, ફરિયાદીએ તેઓ વિરૂધ્ધ લાંચની માંગણીની ફરિયાદ આપતા ફરિયાદ આધારે પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. ભજનાઓએ સરકારી પંચો સાથે માળીયા(મીયાણા) પોલીસ સ્ટેશન ખાતે લાંચનુ છટકુ ગોઠવી આરોપીને ફરિયાદી પાસેથી ગેર કાયદેસર રૂા.૫૦૦/-ની લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ જતા પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી ગુનો કર્યાનો બનાવ બન્યો હતો. જેનો કેસ સ્પેશ્યલ જજ (એ. સી. બી.) અને પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટે મોરબી ખાતે ચાલતા જિલ્લા સરકારી વકીલ વિજય કુમાર જાની દ્વારા મૌખિક ૭ અને લેખિતમાં ૩૫ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે કેસમાં આરોપી અમરતભાઈ માવજીભાઈ મકવાણાને ભ્રસ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ- ૭ મુજબનાં ગુન્હામાં ગુન્હેગાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો જો દંડ ન ભરે તો વધુ એક માસ કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ કલમ -૧૩ (૨) સાથે વાચતા (૧૩) (૧) (ધ) હેઠળના ગુન્હામાં ગુન્હેગાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ દંડ ન ભરવામાં આવે તો વધુ એક માસની સજા ફટકારવાનો હુકમ કોર્ટે દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!