મોરબીમાં કોરોનાનો કહેર ચરમસીમા એ છે ત્યારે મોરબી પોલીસના કોરોના વોરિયર્સ ને કોરોના પોઝિટિવ આવતા તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને તેના સમ્પર્ક માં આવેલ તમામ લોકોને હોમ કોરોન્ટાઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે
મોરબી શહેરમાં પોલીસમાં ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજા,સહદેવસિંહ જાડેજા,અજીતસિંહ પરમાર અને ફતેસિંહ ને માથું શરદી તાવ આવતાં ડોક્ટરની ટીમે કોરોના રિપોર્ટ કરાવ્યા હતા જેમાં તમામ ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ચારેય કોરોના વોરિયર્સ ની સારવાર સત્વરે શરૂ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કોરોનામાં સૌથી વધુ ફરજ અને લોકોના સંપર્કમાં પોલીસ જવાનો આવ્યા છે અને મોરબીમાં એક પોલીસકર્મી નું મોત પણ થઈ ચુક્યું છે ત્યારે ફરી ચાર પોલીસકર્મીઓ ને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા બહાર ફરજ બજાવતા પોલીસકર્મીઓના પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.