Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં વાહન ચલાવતી વખતે પડી ગયેલ મોબાઇલ નેત્રમથી શોધી મૂળ માલિકને અપાવતી...

મોરબીમાં વાહન ચલાવતી વખતે પડી ગયેલ મોબાઇલ નેત્રમથી શોધી મૂળ માલિકને અપાવતી પોલીસ

મોરબીમાં વાહન ચલાવતી વખતે ખિસ્સામાંથી પડી ગયેલા મોબાઈલને કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમના કેમેરા

- Advertisement -
- Advertisement -

મારફતે શોધી મોરબી પોલીસે મૂળ માલિકને પરત કર્યો છે.

મોરબીમાં ચાલતા વિશ્વાસ પ્રોજેકટ અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે ત્યારે ગત તા. 20 ના રોજ મોરબીના વિપુલનગર વિસ્તારમાં રહેતા વિશાલભાઈ રમણિકભાઈ મકવાણા મહેન્દ્રનગર ચોકડી ખાતેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ તેના ખિસ્સામાં રહેલ મોબાઇલ પડી ગયો હતો. જેથી વિશાલભાઈ એ ટેક્નિકલ સેલ મોરબી મારફતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનો સંપર્ક કરતા પોલિસે સીસીટીવી ફુટેજથી તપાસ હાથ ધરી હતી જેમાં મોબાઈલ પડી ગયો હોય અને કોઈ અજાણ્યો ઈસમ મોબાઈલ લઈ જતો હોવાનું માલુમ પડતા પોલીસે અજાણી વ્યક્તિના વાહન પરથી તેનો સંપર્ક કરી આ વ્યક્તી પાસેથી 13 હજારની કિંમતનો મોબાઈલ મૂળ માલિકને પરત અપાવ્યો હતો. વિશાલભાઈએ પોલીસની કામગીરીને મુક્તમને વખાણી. હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!