મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા આધેડ આર્થિક ભીંસમાં આવી જતા પોતાના ઘરેથી બહારગામ જાઉં છું તેવું કહીને ગત તા.૨૭/૦૫/૨૦૨૩ ના નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. જે અંગેની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેને આધારે પોલીસે તપાસ કરીને આધેડને શોધી કાઢયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં શનાળા બાયપાસ પાપાજી ફનવર્ડ પાછળ તુલસી પાર્ક પાસે આનંદનગર ખાતે રહેતા અશોકભાઇ કરશનભાઇ ભટ્ટી નામના આધેડ જમીન મકાનનું કામ કરતા હોય અને પોતે એક જમીન વેચાણ કરવા સારૂ તેના સગા-સંબધી પાસેથી રૂ.૩૨,૦૦,૦૦૦/- લીધેલ હોય જે સોદો રદ થતા પોતે રોકાણ કરેલ રૂપીયા ચુકવી સકેલ ના હોય જે રૂપીયા પોતાના સંગા-સંબધીઓ પાસેથી લીધેલ હોય અને ઉઘરાણી કરતા હોય જેના કારણે પોતે જતા રહેલ હતા. જે અંગેની ગત તા ૩૦/૦૫/૨૦૨૩ ના રોજ ગુમ થયા અંગેની નોંધ કરાવાઈ હતી.જે આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી અને આશરે ત્રણ મહિના બાદ ગુમ થયેલ આધેડ ને હેમખેમ શોધી કાઢ્યા હતા.અને આધેડ હેમખેમ પરત આવી જતા પરિવારજનોએ રાહત અનુભવી છે.