મોરબી: મોરબી જીલ્લામા આવતીકાલે મુસ્લીમ સમાજ દ્વારા ભારે હર્ષોલ્લાસભેર બકરી ઇદના તહેવારની ઉજવણી કરવામાં આવશે.
આ તહેવાર સંદર્ભે માળીયા પંથક વિસ્તારમા શાંતી પૂર્વક અને કોમીએકતાના વાતાવરણ સાથે તહેવારની ઉજવણી થાય તે અનુસંધાને મોરબી જિલ્લાની હાલની પરીસ્થિતીને ધ્યાને લઇ બકરી ઇદ તહેવારની ઉજવણી અંગે માળીયા ટાઉનમા ઝુલુસના રૂટ ઉપર ફલેગમાર્ચ કરવામા આવેલ હતી. જેમા માળીયા પો.સ્ટે.ના પીએસઆઈ બી.ડી. જાડેજા અને ૪૫ કર્મચારીઓ જોડાયેલ હતા.