Tuesday, December 24, 2024
HomeGujaratહળવદમાં 11 વર્ષની બાળાની છેડતી કરનાર લંપટ યુવાનની પોલીસે પોકસો એકટ હેઠળ...

હળવદમાં 11 વર્ષની બાળાની છેડતી કરનાર લંપટ યુવાનની પોલીસે પોકસો એકટ હેઠળ ધરપકડ કરી

છેડતીથી ડઘાઈ ગયેલી બાળાએ દેકારો કરી મુકતા આજુબાજુના લોકો દોડી આવ્યા, લોકોએ લંપટ યુવાનને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો : પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી : માતા પિતા બહાર ગામ ગયા હતા અને ધ્રાંગધ્રા ના સાહિલ ઘાંચીએ બાળકી સાથે જઘન્ય કૃત્યની શરૂઆત કરતા જ બાળકીએ ચીસો પાડતા સમગ્ર બનાવ બહાર આવ્યો પોલીસે આરોપી શા માટે આવ્યો હતો અને બાળકી એકલી હોવાની ખબર કેમ પડી એ દીશામાં તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

હળવદના એક વિસ્તારમાં એકલી રહેલી 11 વર્ષની બાળાની એકલતાનો લાભ લઈને એક શખ્સ તેના ઘરમાં ઘૂસ્યો હતો અને બાળકીનું બાવડું પકડીને છેડતી કરતા તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી.આથી આસપાસના લોકોએ દોડી આવીને એ શખ્સની સારી પેઠે ધોલાઈ કરી તેને પોલીસને હવાલે કરી દીધો હતો.બાદમાં પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ડીવાયએસપી રાધિકા ભારાઈએ પ્રેસ કોંફરન્સ યોજી જણાવ્યું હતું કે બાળકીના છેડતીની પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીના માતાપિતા કોઈ કામ અર્થે બહારગામ ગયા હોવાથી એકલી રહેલી 11 વર્ષની બાળા ઉપર નજર બગાડીને ધ્રાગંધ્રાના ફૂલગલીમાં રહેતા સાહિલ સલીમ ઘાંચી નામનો યુવાન તેના ઘરમાં ઘૂસ્યો હતો અને આ શખ્સે બાળાનું બાવડું પકડીને જાતીય હુમલો કરતા ઓચિંતી આવી હરકતથી બાળકી ફફડી ઉઠી હતી અને તેણીએ દેકારો કરી મુક્યો હતો.જેથી આસપાસના લોકો તેની ઘરે દોડી ગયા હતા અને બાળકીની છેડતી કરનાર એ શખ્સની જાહેરમાં મેથીપાક ચખાડી બાદમાં પોલીસને સોંપી દીધો હતો જેમાં બાળકીની માતાએ આરોપી સાહિલ સલીમ ઘાંચી રહે ધ્રાંગધ્રા વાળા વિરુદ્ધ પોકસો એકટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!