શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે. ત્યારે મોરબી એલ.સી.બી. પોલીસે ગઈકાલે મોરબીનાં નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમ મહાદેવભાઇ નાગજીભાઇના ખેતરના સેઢે રેઈડ કરી ખરાબામાં જુગાર રમતા ૦૮ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા છે. અને તેમની પાસેથી રૂ.૧,૬૨,૦૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીનાં નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમ મહાદેવભાઇ નાગજીભાઇના ખેતરના સેઢે ખરાબામાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે તેઓએ સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા મહાદેવભાઈ નાગજીભાઇ પડસુંબીયા(ઉવ-૫૨ ધંધો-ખેતી રહે.નાની વાવડી બજરંગ સોસાયટી, સમજુબા સ્કુલની પાછળ),મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ ભીમાભાઇ હોથી(ઉવ-૬૯ ધંધો-નિવૃત રહે.મોરબી નવલખીરોડ, લક્ષ્મી નારાયણ સોસાયટી, રણછોડનગર),ચંદુલાલ નરશીભાઇ સંધાણી(ઉવ-૬૨ ધંધો-નિવૃત રહે.નાની વાવડી રોડ, મારૂતિ સોસાયટી કબીર આશ્રમ પાસે,મોરબી),રમેશભાઇ ગણેશભાઇ રૂપાલા(ઉવ-૪૪ ધંધો-ખેતી રહે.વાવડી ગામ રામજીમંદિર મંદિર પાછળ,મોરબી),લાલજીભાઇ ભવાનભાઇ પનારા(ઉવ-૬૦ ધંધો-ખેતી રહે.મોરબી શકિતપાર્ક સોસાયટી માં પેલેશ બ્લોક ન.૩૦૩ અવની રોડ,મોરબી),ચંદુભાઇ કરમશીભાઇ હિસુ(ઉવ-૫૨ ધંધો-ખેતી રહે.મોરબી રાજનગર સત્યમ સ્કુલની બાજુમાં કેનાલ રોડ,મોરબી),રમેશભાઇ વિરજીભાઇ પડસુંબીયા(ઉવ-૪૯ ધંધો-ખેતી રહે.નાની વાવડી જુના ગામમાં,મંદિર વાળી શેરી,મોરબી)તથા દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા(ઉવ-૬૨ ધંધો-ખેતી રહે. નાનીવાવડી સમજુબા સોસાયટી સમજુબા સ્કુલની બાજુમાં,મોરબી)નામના શખ્સોને રોકડ રૂ.૧,૬૨,૦૫૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.