Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં પરિવારથી વિખૂટી પડેલ બાળકીનું હેમખેમ પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

મોરબીમાં પરિવારથી વિખૂટી પડેલ બાળકીનું હેમખેમ પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

મોરબી શહેરમાં પરીવારથી વીખુટી પડી ગયેલ બાળકીનું સીટી બી ડીવીઝન પોલીસે આકાશ પાતાળ એક કરી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્રનગરમાં દેવીપુજક વાસમાં રહેતા કરણભાઇ કેતનભાઇ ચોવીસીયાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ માથકમાં જણાવ્યું હતું કે મારા સસરા પક્ષમાં માતાજીના માંડવાનો પ્રસંગ હોવાથી અમે ત્યાં ગયા હતા. ઉપરાંત માંડવામાં આજુબાજુના વિસ્તારવાસીઓ પણ મોટીસંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મારી દીકરી દયા (ઉ.વ ૫) બપોરના દોઢેક વાગ્યાની આસપાસ ભાગ લેવાનું કહી ક્યાંક જતી રહી હતી. જેની દિવસ દરમિયાન શોધખોળ છતાં પણ તેની ભાળ ન મળતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ લેવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમ્યાન વોટસએપ માધ્યમ દ્વારા મેસેઝ મોરબી જિલ્લા વોટસએપ ગ્રુપમાં બાળકીની વિગત મોકલી તેમજ પોલીસની અલગ અલગ ટીમ બનાવી શોધખોળની કાર્યવાહી ચાલુ હતી.

આ દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ મણીલાલ રામજીભાઇ ગામેતીએ વાલભા કરશનભાઇ ચાવડાને જાણ કરેલ કે ભાયલાલભાઇ લક્ષમણભાઇ વરમોરાના કારખાનાના બાજુમાં હળવદ રોડ પાસે સંતકૃપા એન્ટર્સાઇઝની બાજુમાં એક બાળકી છે. જેથી પીઆઇ પી.એચ.લગધીરકા તથા પીએસઆઈ એલ.એન વાઢીયા અને બી ડીવીઝન પોલીસ સ્ટાફ તુરત જ કારખાને દોડી ગયો હતો જ્યાં તપાસ કરતા બાળકી દયા (ઉ.વ ૫) હેમખેમ મળી આવી હતી જેને લઈને તેના માતા પિતાને સોંપી હતી. આ તકે બાળકીના માતા પિતાએ પોલીસનો આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!