મોરબી તાલુકાના લાલપર ગામેં આવેલ પનામા સિરામીકની ઓરડીના ઓટલા નજીક જુગાર રમતા ચાર શકુનીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા હતા પોલીસે સાડા બાર હજારનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધાર હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસે બાતમી લાલપર ગામ પાસે આવેલ ભારત પેટ્રોલપંપની બાજુમાં પનામા સિરામીકની ઓરડીમા દરોડો પાડી ઓટલા પર જુગાર રમતા સાગરભાઇ ચંદુભાઇ અધારા (ઉ.વ ૨૭), રહે, પંચાસર શેડ, રાજનગર, મોરબી -૧, જયદિપભાઇ ચંદુભાઇ સેરશીયા (ઉ.વ .૨૭), રહે. પચાસર રોડ, રાજનગર, મોરબી, ચિરાગભાઇ ભરતભાઇ વડાવીયા (ઉ.વ .૨૩), રહે. પંચાસર રોડ શ્યામ સોસાયટી, મોરબી, અશોકભાઇ સવજીભાઇ બાવરવા (ઉ.વ .૪૦), રહે, વાવડીરોડ, મીરાપાર્ક – ર, મોરબી -૧, મુળ રહે , ભાવપર , તા.માળીયાવાળાને જુગાર રમતા રંગેહાથ દબોચી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી 12,500નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઇ આગલ, જયેશભાઇ ચાવડા, કોન્સ્ટેબલ ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, રવિરાજસિંહ ઝાલા, પંકજભા ગુઢડા સહિતના જોડાયા હતા.