Monday, December 30, 2024
HomeGujaratહળવદના જૂની જોગડ ગામના ડબલ મર્ડર પ્રકરણમાં ત્રણ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી...

હળવદના જૂની જોગડ ગામના ડબલ મર્ડર પ્રકરણમાં ત્રણ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ

હળવદના જૂની જોગડ ગામે બે દિવસ પૂર્વે થયેલી બે વ્યક્તિની હત્યા પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીઓ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લીધા છે.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત મુજબ હળવદ તાલુકાના જૂની જોગડ ગામે ગત તા. 12 ના રોજ સાંજ સમયગાળા દરમિયાન ભેંસો ચરાવવા જેવી સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. આ બોલાચાલી જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે વ્યક્તિમાં મોત નિપજ્યા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓને ઝડપી લેવા હળવદ પી.આઈ. પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ વિક્રમભાઈ સિહોરા, દેવેન્દ્રસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી, જયપાલસિંહ ઝાલા, મુમાભાઈ કરોત્રા સહિતના પોલીસ જવાનો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપી સુનિલભાઈ રણજીતભાઈ, વિશાલભાઈ રણજીતભાઈ અને જયદીપભાઈ દિનેશભાઈ (રહે.બધા રામેશ્વર, જોગડ)ને ઝડપી લેવાયા છે.

આ ઘટનામાં કાયદાન સંઘર્ષમાં આવેલા કિશોરને પણ ઝડપી લેવાયો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!