શાહીબાગ અન્ડર બ્રિજ નજીકથી પોલીસ, ફોરેસ્ટ સ્ટાફ અને જીવદયા પ્રેમીઓના સહયોગથી નિલગાયના અવશેસો અને માંસનો જથ્થો ભરેલ કાર સાથે બે આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ માધુપુરા પોલીસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ થી અમદાવાદ-મીરજાપુર મટન માર્કેટમા એક સેન્ટ્રો કાર રજી. નં.GJ 01 HG 6150 ગાડી શાહીબાગ અન્ડર બ્રિજથી નિકવાની હોવાની માહિતી મળતા જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક દોડી ગયા હતા જ્યાં શંકાસ્પદ હાલતમાં કાર પસાર થતા કારને અટકાવી ગાડીના ડ્રાઈવર અને ક્લિનરની પૂછતાછ કરી હતી.જ્યાં તપાસ દરમિયાન ગાડીમાંથી નિલ ગાયનું માંસ અને નિલ ગાયના અવશેસો પણ મળી આવ્યા હતા. જેને લઈને પોલીસ કેન્ટ્રોલને જાણ કરાય હતી પગલે માધુપુરા પોલીસ પ્રશાસનની PCR ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. આરોપી અને ગાડી સાથે મુદામાલ પોલીસ પ્રશાસન ને સોંપી દીધેલ ત્યાર બાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અધિકારીને આ અંગે જાણ કરતા ફોરેસ્ટ અધિકારીઓ માધુપુરા પોલીસ સ્ટેશને આવીને સેન્ટ્રો કાર અને બે આરોપીઓને કાર સહિતના માલમુદા સાથે માધુપુરા પોલીસે સોંપ્યા હતા.
આ કામગીરી દરમિયાન માધુપુરા પોલીસના પીએસઆઇ સહિતની ટીમ, અમદાવાદ હસોલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના અધિકારી અને RFO અધિકારી, રાજભા ગઢવી, વર્ધમાન જીવદયા પરિવારના રઘુભાઈ સિંધવ (લિંબડી), અખિલ ભારતીય નવ યુગ સંસ્થાના સંદીપ દાન ગઢવી, મોરબી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કે.બી બોરીચા, જીવદયા તેમજ ગૌરક્ષા ટિમના (SPCA) સભ્ય મનોજ બારૈયા (SPCA )અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (એનિમલ પીપલ્સ ફોર એનિમલ ગુજરાત), મિતેશ બેન્કર (SPCA, સંજય ભાઈ પટેલ, પ્રદીપ ઠાકોર (બજરંગદળ), મિલન બારોટ (કડી) નો સહયોગ સાંપડ્યો હતો.