મોરબી પંથકમાં શ્રાવણીયા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પાંચ દરોડા પાડી જુગાર રમતા કુલ ૨૬ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં મોરબી શહેર, ટંકારા, વાંકાનેર તથા માળીયા(મી) પંથકમાં જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રથમ દરોડામાં જીલટોપ કારખાનાની બાજુમાં આવેલ શાંતિવન સોસાયટીમાં લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા કુલ સાત ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં ચિરાગભાઇ રણજીતભાઇ સનુરા ઉવ.૨૬ રહે.ત્રાજપર ખારી મોરબી-૨, ધીરજગીરી ભગવાનગીરી ગોસાઇ ઉવ.૫૧ રહે.વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ મોરબી, ભરતભાઇ વાલજીભાઇ સુરેલા ઉવ.૩૭ રહે.શાંતિવન સોસાયટી જીલટોપ કારખાના પાસે મોરબી, રવિભાઇ જનકભાઇ રાઠોડ ઉવ.૩૦ રહે.વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ મોરબી-૨, ધર્મેન્દ્રભાઇ ભાઇલાલભાઇ પરમાર ઉવ.૪૧ રહે.વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ મોરબી-૨, પ્રશાંતભાઇ હિતેશભાઇ સુથાર ઉવ.૨૭ રહે.યદુનંદન સોસાયટી ઉમીયા સર્કલ પાસે મોરબી, કિરણભાઇ મહાદેવભાઇ દલવાડી ઉવ.૨૫ રહે.ઉમા વિલેજ સોસાયટી મહેન્દ્રનગર ગામ મોરબી-૨ને તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપીયા- ૧૫,૪૦૦/- કબ્જે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે બીજા જુગારના દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીમાં આવેલ ખુલ્લા પટ્ટમાં દરોડો પાડતા જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા મુનાભાઇ અમરશીભાઇ કારૂ ઉવ.૨૪ રહે- શોભેશ્વર મંદીરની બાજુમા વાણીયા સોસાયટી મોરબી-૨, રવીભાઇ બાબુભાઇ હમીરપરા ઉવ.૨૩ રહે-ઇંદીરાનગર મોરબી-૨, પ્રતપાભાઇ નથુભાઇ સાલાણી ઉવ.૨૪ રહે- શોભેશ્વર મંદીરની બાજુમા વાણીયા સોસાયટી મોરબી-૨, કરણભાઇ નથુભાઇ સાલાણી ઉવ.૨૨ રહે- શોભેશ્વર મંદીરની બાજુમા વાણીયા સોસાયટી મોરબી-૨ તથા અજયભાઇ નથુભાઇ સાલાણી ઉવ.૩૩ રહે-ઇંદીરાનગર મોરબી-૨ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પકડાયેલા આરોપી પાસેથી કુલ રૂ.૨૮,૦૦૦/-ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં માળીયા(મી) પોલીસે તાલુકાના જુના ઘાટીલા ગામા કોઠારીયા સીમમાં જાહેરમાં જુગારની મહેફિલ માંડી બેઠેલા અરવીંદભાઇ વીરજીભાઇ ધોરકડીયા ઉવ.૪૧ રહે-જુના ઘાટીલા ગામ, નવઘણભાઇ ચંદુભાઇ અગેચણીયા જાતે-કોળી ઉવ.૩૦ રહે-મંદરકી ગામ તા.માળીયા(મીં), કિશોરભાઇ ખોડાભાઇ ઉપાસરીયા ઉવ.૨૬ રહે-જુના ઘાટીલા ગામ, રાજેશભાઇ પ્રેમજીભાઇ ધોરકડીયા ઉવ.૪૦ રહે-જુના ઘાટીલા ગામ, પ્રવીણભાઇ લખમણભાઇ ધોરકડીયા ઉવ.૪૬ જુના ઘાટીલા તથા પોલજીભાઇ વેરશીભાઇ ધોરકડીયા ઉવ.૫૫ રહે-જુના ઘાટીલા ગામ એમ કુલ ૬ જુગારીને પકડી લેવામાં આવ્યા હતા ત્યારે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧૭,૭૫૦/-સાથે પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
જ્યારે ચોથા દરોડામાં વાંકાનેર સીટી પોલીસ મથકની સર્વેલન્સ ટીમ દ્વારા પેડક સોસાયટીમાં દરોડો પાડતા જાહેરમાં કુલ ચાર શખ્સો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા જેમાં મહેશભાઈ હરીભાઈ મકવાણા ઉવ.૩૬ રહે.વાંકાનેર પેડક સોસાયટી, અંકુરભાઈ ભરતભાઈ ડાભી ઉવ.૩૫ રહે.વાંકાનેર આરોગ્યનગર નવા બસ સ્ટેશન સામે, હકાભાઈ ગોવિંદભાઈ પલાણી ઉવ.૨૫ રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૬ તથા સરફરાજશા સલીમશા શાહમદાર ઉવ.૩૯ રહે.વાંકાનેર કુંભારપરાવાળાને પકડી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન સર્વેલન્સ પોલીસ ટીમને જુગારના પટ્ટમાંથી રૂ.૧૩,૭૦૦/-ની રોકડ રકમ મળી આવી હતી. આ સાથે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત પાંચમા જુગારની પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પ્રભુનગર સોસાયટીમાં રહેણાંક બહાર જાહેરમાં તીનપત્તીના જુગારની બાઝી માંડી મજા માણતા (૦૧) જીજ્ઞેશભાઇ દિનેશભાઇ કવૈયા ઉવ.૩૨ રહે.ટંકારા પ્રભુનગર સોસાયટી મુળરહે.વાંકાનેર ભાટીયા સોસાયટી, મકબુલભાઇ અમીભાઇ ચૌધરી ઉવ.૩૨ રહે.ટંકારા જીવાપરા શેરી, કીર્તીભાઇ ઉર્ફે કેતનભાઇ રમણીકભાઇ શાહ ઉવ.૪૫ રહે.ટંકારા સરદારનગર -૩ તથા ઇલ્યાશભાઇ ઉસ્માનભાઇ મેસાણીયા ઉવ.૨૩ રહે.ટંકારા મુમનાવાસને રંગેહાથ ગંજીપત્તાના પાના સહિત રોકડા રૂ.૨૩,૮૦૦/-સાથે પકડી લેવામાં આવી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.