મોરબી શહેરના વીસીપરા નજીક બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રણછોડનગર નજીક વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની ૧૮ બોટલ કિ.રૂ.૧૧,૫૩૮/- લઈને જાહેરમાં નીકળેલ આરોપી મહેબૂબભાઈ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા ઉવ.૩૧ રહે.રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળ વાળાને પકડી લેવામાં આવ્યો હતો, પોલીસે બુટલેગર આરોપી પાસે રહેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.