મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની ઉત્કૃષ્ટ કામગીરી તેમજ પોલીસ પરિવારના સંતાનોના પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો બદલ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના હસ્તે પોલીસ કર્મચારી અને પોલીસ કર્મચારીના સંતાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની અધ્યક્ષતામાં એસપી કચેરી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડીવાયએસપી એમ આઈ પઠાણ, રાધિકા ભારાઈ અને હર્ષ ઉપાધ્યાયના હસ્તે પોલીસ કર્મચારીઓની પ્રસંશનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા
જેમાં આશાબેન રાવતભાઈ લોખીલે બીએડ પરીક્ષામાં સારા ગુણ મેળવવા બદલ, રાધિકા પ્રવીણભાઈ પટેલને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સારા ગુણ મેળવવા બદલ તેમજ લક્ષ્મીબેન ધરજીયા, જનકસિંહ જાડેજા, પ્રફુલભાઈ પરમાર સહિતની ટીમને જોખમી સ્ટંટ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ, વિજયભાઈ મુમાંભાઈ ગોલતર, સાગરભાઈ કણઝારીયાને લાતીપ્લોટ હત્યા કેસમાં આરોપીની ઓળખ મેળવવા બદલ, આશીફભાઈ ચાણક્ય, અઝરૂદીન જુમાભાઈ ભટ્ટીને લાતીપ્લોટ હત્યા કેસમાં આરોપીને ઝડપી લેવા અને જીગર વડગામાને પોલીસના સ્વાંગમાં પૈસા ઉઘરાવતા ઇસમોને ઝડપી લેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.