છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે મહેન્દ્રપરા શેરીનં.૫માં એક રહેણાંક મકાનમાં રેઈડ કરી ૯ શકુનિઓને પકડી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મહેન્દ્રપરા શેરીનં.૫ ખાતે રહેતો જયસુખભાઇ લવજીભાઇ પરમાર નામનો શખ્સ પોતાના રહેણાંક મકાને બહારથી લોકોને બોલાવી જુગારના સાધનો સગવડ પુરા પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા-રમાડતા જયસુખભાઇ લવજીભાઇ પરમાર (રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૫), આનંદભાઇ જયસુખભાઇ પરમાર (રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૫), જયંતીભાઇ મુળજીભાઇ ભડસોલ (રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૪), નિલેષભાઇ ચંદુભાઇ જોષી (રહે.મોરબી વાવડી ગાયત્રીનગર શેરીનં.૫), દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા (રહે.મોરબી માધાપર અંબીકારોડ), મેહુલભાઇ નારણભાઇ પરમાર (રહે.મોરબી દલવાડી સર્કલ પાસે સરકારી આવાસ યોજનાના મકાનનં.બી.૧૦), ઇમરાનભાઇ મામદભાઇ કચ્છી (રહે.મોરબી સીપાઇવાસ વાણંદશેરી), રાજેશભાઇ સુભાષભાઇ ચૌબે (રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૧૪ ગીરીરાજસિંહ ના મકાનમા મુળરહે.જૈસોલી તા.જી.ગોપાલગંજ (બિહાર)) તથા ગોપાલભાઇ જેઠાભાઇ ભોજાણી (રહે.મોરબી રવાપર ગામ બોનીપાર્ક કેશવ એપાર્ટમેન્ટ બ્લોકનં.૬૦૩) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૩૧,૨૦૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.