Wednesday, December 25, 2024
HomeGujaratહળવદના ઇશ્વરનગર ગામે ધમધમતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: આઠ જુગારીઓ ઝડપાયા

હળવદના ઇશ્વરનગર ગામે ધમધમતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: આઠ જુગારીઓ ઝડપાયા

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે જુગારીઓના કબ્જામાથી ૭૯,૪૦૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામેં આરોપી બિપીનભાઇ ચંદુભાઇ કૈલાના રહેણાંક મકાનનામાં જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતાં પોલીસે દોડી ગઈ હતી જ્યાં રેઇડ કરતા જુગાર રમતા બિપીનભાઇ ચંદુભાઇ કૈલા (ઉ.વ.૪૨), પરષોતમભાઇ મગનભાઈ વિડજા (ઉ.વ.૩૭), મનસુખભાઇ આંબાભાઇ, જંગદીશભાઇ મગનભાઇ કૈલા (ઉ.વ.૫૦) રમેશભાઇ રામજીભાઇ લોરીયા (ઉ.વ.૩ર),કમલેશભાઇ હરજીવનભાઇ કારોડીયા (ઉ.વ.૩૫), મહેશભાઈ રણછોડભાઇ કારોડીયા (ઉ.વ.૪૦), અમૃતભાઇ અવચરભાઇ ઓડીયા (ઉ.વ.૪૭)ને રંગે હાથ જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી ૭૯,૪૦૦ની રોકડ કબજે કરી વધુ કર્યાવહી આદરી છે.

આ કમગીરીમાં પીઆઇ પી,એ,દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફના યોગેશદાન ગઢવી, જયપાલસિંહ ઝાલા, દેવુભા ઝાલા, વિક્રમભાઈ સિહોરા, મુમાભાઈ. સહીતના સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!