Sunday, September 8, 2024
HomeGujaratટંકારાના ઇડન હિલ્સ બંગલોમાં જુગારની મેહફીલ પર પોલીસનો દરોડો: ૪.૫૩ લાખના મુદ્દામાલ...

ટંકારાના ઇડન હિલ્સ બંગલોમાં જુગારની મેહફીલ પર પોલીસનો દરોડો: ૪.૫૩ લાખના મુદ્દામાલ સાથે છ આરોપીઓ ઝડપાયા

ટંકારા પીએસઆઈ સહિતની ટીમે ઘુનડા રોડ પર આવેલ ઇડન હિલ્સ બંગલોમાં આવેલ 32 નંબરના બંગલામાં ખાનગી બાતમીના આધારે દરોડા પાડતા જુગારની મેહફીલ માણતા બંગલાના માલિક સહિત છ શખ્સો ને ૪.૫૩ લાખના રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ અંગે વધુ માહિતી મુજબ ટંકારા પીએસઆઈ એચ. એન.હેરભાને ખાનગી રાહે બાતમીના મળી હતી કે ટંકારા તાલુકાના ઘુનડા રોડ પર આવેલ ઇડન હિલ્સ બંગલો માં આવેલ 32 નંબરના બંગલામાં જુગાર રમાઇ રહ્યો  જે બાતમી ને આધારે ટંકારા પીએસઆઈ સહિત ડી સ્ટાફ ટીમ દ્વારા બાતમી વાળા સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી જુગાર રમતા અને જેમાં ત્રિભોવન લાલજીભાઈ આદ્રોજા તેમજ યોગેશ નરભેરામભાઈ સરડવા(જાતે.પટેલ),રમેશ ડાયાભાઈ પટેલ,નંદલાલ ભગવાનજીભાઈ વિડજા(જાતે.પટેલ),પ્રવીણ હિરજીભાઈ કકાસણીયા(જાતે.પટેલ)અને પ્રવીણ કેશુભાઈ પટેલ નામના છ શખ્સો ને રોકડ રકમ રૂપિયા ૧.૫૩ લાખ તેમજ ઇનોવા કાર નં. GJ 03 EL 0629 જેની કી.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ .૪,૫૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આશરે એક વર્ષ પેહલા ટંકારા પોલીસ મથક વિસ્તારમાં જુગાર ધામ પર આરઆરસેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં તે સમયે ટંકારા માં ફરજ બજાવતા પીએસઆઈનો ભોગ લેવાયો હતો જેથી આ વખતે આ સ્થાનિક પોલીસ ભોગ ન બને તે માટે બહારની બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવે તે પેહલા જ ટંકારા પોલીસે દરોડો કરતા ફરી એક વાર દિવાળી પહેલાં ટંકારા પોલીસ પર ની ઘાત સ્થાનિક પોલીસની સાવચેતીથી ટળી ગઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!