રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીને ઉતરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા સૂચનો કરેલ હોય જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ અને ચેકીંગમાં હતી. ત્યારે તેઓએ શંકાસ્પદ જણાતા મોરબીના મહાકાળી ચોક મહેન્દ્રનગર ખાતે રહેતા કાર્તીકભાઇ ચુનીલાલ પરમાર નામના યુવકને રોકી તેની પૂછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલક્સ વ્હીસ્કીની કાચની શીલપેક ૦૨ બોટલનો રૂ.૧૧૦૦/- નો મુદામાલ વેચાણ કરવાનાં ઇરાદે પોતાનાં કબ્જામાં રાખેલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી છે. જયારે અન્ય બનાવમાં માળીયા મીં. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે પોલીમળી સે વેજલપર ગામ ઝાપા પાસે ઘાટીલામાં રેઇડ કરી સ્થળ પરથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની મેકડોવલ્સ નં-૧ સુપરીયર વ્હીસ્કીની રૂ.૧૧૨૫ની કિંમતની ૦૩ બોટલો મળી આવતા પોલીસે દારૂ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૬૧૨૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને માળીયા મી.ના વેજલપરતા ખાતે રહેતા આરોપીની અટકાયત કરી છે. જયારે બીજી બાજુ માળીયા મીં. પોલીસની ટીમ ચેકિંગમાં હતી. તે દરમિયાન ખાખરેચી રેલ્વે ફાટક પાસે ઘાટીલા ખાતે એક શંકાસ્પદ શખ્સ જણાતા પોલીસે તેને રોકી તેની પૂછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની મેકડોવલ્સ નં-૧ સુપરીયર વ્હીસ્કીની રૂ.૩૦૦ની એક બોટલ મળી આવતા પોલીસે વિદેશી દારૂ સહીત મોબાઈલ મળી કુલ રૂ.૫,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ખાખરેચીતા ગામ ખાતે રહેતા પ્રુથ્વીરાજસિંહ સંજયસિંહ રાઠોડ નામના યુવકની અટકાયત કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે