મોરબીમાં આગમી વિધાનસભાની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ સજ્જ થઈ છે. અને ઠેર-ઠેર દરોડા પાડી જુગાર રમીરમાડી રહેલ શખ્સોને પકડી પાડી જેલ હવાલે કરી રહી છે. ત્યારે ગઈકાલે પોલીસે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ગારીયા બોર્ડ પાસે ગામડામાં જયસુખભાઈ ધરમશીભાઈ રોજાસરા નામનો શખ્સ વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમી-રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી રોકડા રૂ.૬૦૦/- સહીત વર્લી સાહીત્યનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં માળીયા મી. પોલીસની ટીમે વવાણીયા ગામના તળાવ પાસે જાહેરમાં બોલપેન તથા ડાયરી વડે પૈસાની હારજીતનો વર્લીફીસરનો જુગાર રમી રમાડતા દોસમામદભાઇ મહંમદભાઇ કટીયા નામના શખ્સને રૂ.૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે…