મોરબીમાં જુગારની બદી ફૂલીફાલી હોવાની બૂમરેણ મચતા રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કામ કરતા દરમિયાન માળીયા મી. પોલીસે માળીયા મીં.નાં માતમ ચોકમા રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૫ શકુનિઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માતમ ચોકમા જાહેરમાં ખુલ્લી જગ્યામા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે માળીયા મીં. પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા સિકંદરભાઈ રસુલભાઈ કટીયા (રહે.માળીયા મીં. માતમ ચોક તા.માળીયા મીં. જી-મોરબી), ફતેમામદ તાજમામદ જામ (રહે.માળીયા મીં. ગેબનશાપીરની દરગાહ પાસે તા.માળીયા મીં. જી-મોરબી), સરફરાજ હારુનભાઇ કટીયા (રહે.માળીયા મીં. માતમ ચોક તા.માળીયા મીં. જી-મોરબી), સુભાનભાઈ મહમદભાઈ ખોડ (રહે.માળીયા મીં. માતમ ચોક તા.માળીયા મીં. જી-મોરબી) તથા નિજામભાઈ ઈકબાલભાઈ ખોડ (રહે.માળીયા મીં. માલાણી શેરી તા.માળીયા મીં.) નામના કુલ પ ઈસમોને પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૭,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.