Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં જુગારધામ પર પોલીસનો દરોડો :૭ જુગારી ઝબ્બે

મોરબીમાં જુગારધામ પર પોલીસનો દરોડો :૭ જુગારી ઝબ્બે

મોરબી તાલુકાના ચકમપર ખાતે રહેણાંક મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી ૭ પત્તાંપ્રેમીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી ૧.૨૭ લાખની રોકડ કબજે કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર નીતીનપાર્ક રઘુ હાઇટસ બ્લોકનં.૭૦૪ આવેલ સતિષભાઇ જયંતિભાઇ છત્રોલા (ઉ.વ.૩૭)ના ફ્લેટમાં જુગારધામ ધમધમતું હતું જેની પોલીસને જાણ તથા પોલીસ બાતમી સ્થળે દોડી ગઈ હતી. જ્યાં દરોડો પડતા પ્રકાશભાઇ વાલજીભાઇ વરમોરા (ઉ.વ.૩૫) રહે.મોરબી પંચાસરરોડ ન્યુ ચંદ્રેશનગર મુળરહે.ઘુટુ તા.મોરબી, અંકુરભાઇ મનહરલાલ બાપોદરીયા (ઉ.વ.૩૨) રહે.ખાખરેચી તા.મોરબી, કિશોરભાઇ વાલજીભાઇ અઘારા ( ઉ.વ.૩૭) રહે.મોરબી, મયંકભાઇ તળશીભાઇ કાવર (ઉ.વ.૩૨)રહે.મોરબી મહેન્દ્રનર ધર્મમંગલ સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોકનં.૧૦૧ મુળરહે.ઇંગરોળા તા.હળવદ, બ્રિજેશભાઇ જયસુખભાઇ સવાણી ( ઉ.વ.૨૯) રહે.રાજકોટ ગોંડલ રોડ ટપુભવન પ્લોટ ક્રિષ્નાનગર-૯ ’’ગુરૂદેવ’’, ધવલભાઇ ભગવાનજીભાઇ છત્રોલા( ઉ.વ.૨૯)રહે. મોરબી રવાપર બોનીપાર્ક સીલ્વર હાઇટસ બ્લોકનં.૩૦૧વાળાંને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓમાં કબ્જામાંથી રોકડા રૂ.૧૨૭૦૦૦/- ના મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!